અખિલેશ અને ઓવૈસીએ યોગી સરકારની ઉગ્ર ટીકા કરી
મુખ્યમંત્રીએ તત્કાળ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, ઘટના અંગે ત્રણ સભ્યોની ન્યાયિક તપાસ સમિતિ રચાશે
લખનૌ: માફીયા ડોન અતીક અહમદ અને તેના ભાઈ અશરફની પોલીસના ઘેરાવચ્ચે પણ ખુલ્લે આમ ગોળી મારી હત્યા કરાઈ છે. હત્યારાઓની પોલીસે ધરપકડ કરી છે. હત્યારાઓની ઓળખ પણ થઇ ગઇ છે. તેઓનાં નામ લવલેશ તિવારી અરૂણ મૌર્ય અને સન્ની હોવાનું પોલીસે જણાવ્યું છે. પરંતુ આથી વધુ કશું કહેવાનો પોલીસે ઇનકાર કર્યો છે. પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારની ઘેરા બંધી પણ કરી છે.
લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે તત્કાળ ઉચ્ચસ્તરીય બેઠક પણ બોલાવી છે. સમગ્ર રાજ્યમાં કલમ ૧૪૪ અમલી કરવા સાથે રાજ્યભરમાં હાઇ-એલર્ટ જાહેર કરાયો છે. સહજ છે કે આ ઘટના પછી કદાચ રાજ્યમાં કોમી રમખાણો પણ થવાની આશંકા રહેલી છે. આ ઉપરાંત ઉમેશ પાલનાં ઘરની પણ સલામતી વધારી દેવામાં આવી છે.
આ રીતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે, રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવાં પગલાં ઝપાટા બંધ લેવાં શરૂ કરી દીધાં છે. તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. લખનૌમાં સલામતી અત્યંત કડક કરાઈ છે.
ઉમેશ પાલની હત્યાનાં આરોપી અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઇ જવાયો હતો. દરમિયાન અન્ય કેસોનો આરોપી તેવા તેના ભાઈ અશરફ પણ બરેલીથી લાવી તે જ વાનમાં રાખવામાં આવ્યો હતો. તે બંનેને પ્રયાગરાજની મેડીકલ કોલેજમાં ચેકઅપ માટે લઇ જવાના હતા ત્યાં જ મેડીકલ કોલેજથી થોડે દૂર જ તેઓની હત્યા કરાઈ હતી.
આ અંગે ભાજપના પ્રવક્તા શબભમતિ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે દોષિતો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે જ. જ્યારે યુપી સરકારના જ એક મંત્રી સુરેશ ખન્નાએ કહ્યું હતું કે જ્યારે અપરાધની પરાકાષ્ટા આવી જાય છે ત્યારે કેટલાક ફેસલા આસમાની જ લેવાતા હોય છે. બસ તેવો એક આસમાની ફેસલો છે. જે દરેકે સ્વીકારવો જ પડે.
બીજી તરફ અખિલેશ યાદવે તેમના ટ્વિટ ઉપર જણાવ્યું હતું કે પોલીસ રક્ષણ વચ્ચે પણ જો સરેઆમ હત્યા થાય તો જનસામાન્યની સલામતી માટે શું કહેવાનું છે ? જ્યારે AIMIM ના સુપ્રીમોએ રાજ્યની કાનૂન વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
https://ift.tt/oPSy65U from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vdnspq
0 ટિપ્પણીઓ