વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓની આઉટ સોર્સિંગથી નિમણૂંક રોકવા માટે તેમજ હંગામી કર્મચારીઓને કાયમી કરવા માટે હંગામી કર્મચારીઓના સંગઠને ૨૭ એપ્રિલના રોજ ધરણા પર ઉતરવાની જાહેરાત કરી છે.સંગઠને આગામી દિવસોમાં પોતાની માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાળ શરુ કરવાની પણ ચીમકી આપેલી છે.
આ પહેલા પણ ગયા વર્ષે હંગામી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા ત્યારે યુનિવર્સિટીના વહિવટીતંત્રની કામગીરી ખોરવાઈ ગઈ હતી.સત્તાધીશોએ તેમની માંગણીઓ પૂરી કરવાની ખાતરી તે સમયે આપી હતી પણ તેના પર હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી.જેને લઈને પણ હંગામી કર્મચારીઓમાં રોષ છે.
હંગામી કર્મચારીઓના યુનિયનનુ કહેવુ છે કે, યુનિવર્સિટીમાં ૧૭૦૦ કરતા વધારે જગ્યાઓ ખાલી છે ત્યારે હંગામી ધોરણે કામ કરતા ૮૦૦ જેટલા કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગથી ભરતી બંધ કરવામાં આવે.
https://ift.tt/zpYwlTh
0 ટિપ્પણીઓ