Image : Twitter |
અમદાવાદ, 09 માર્ચ 2023, ગુરુવાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની અંતિમ મેચ આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. બોર્ડર ગાવસ્કર સીરીઝની આ છેલ્લી ટેસ્ટ મેચ છે. આ મેચમાં બંને દેશોના વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. જો ભારત આ મેચ જીતશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે.
બંને દેશોના PM હાજર રહેશે
બંને દેશોના વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્ટેડિયમ પરિસરમાં વિશાળ હોર્ડિંગ્સ દેખાય છે. હોર્ડિંગ્સમાં બંને દેશોના ભૂતકાળ અને વર્તમાન ક્રિકેટના દિગ્ગજો પણ દર્શાવવામાં આવ્યા હતા. હોર્ડિંગ્સ માત્ર કોરિડોર, પ્રેક્ટિસ એરિયા અને અન્ય વોકવેમાં જ મુકવામાં આવ્યાં નથી પરંતુ પરંપરાગત સાઇટસ્ક્રીનની નજીક પણ એક અગ્રણી સ્થાન મળ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાનાર ટેસ્ટમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહેશે.
ભારતે ચોથી ટેસ્ટ જીતવી જ પડશે
ભારતીય ટીમ ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. તેણે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ એક ઇનિંગ્સ અને 132 રને જીતી હતી. જે બાદ તેણે દિલ્હી ટેસ્ટ છ વિકેટે જીતી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને ઈન્દોરમાં હરાવ્યુ હતું. તેઓ ત્રીજી ટેસ્ટ નવ વિકેટે જીતી હતી. ભારત માટે ચોથી ટેસ્ટ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે આ ટેસ્ટ જીતવી પડશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારે છે તો તેણે ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાની હાર પર નિર્ભર રહેવુ પડશે.
https://ift.tt/Sxm4Eo9
0 ટિપ્પણીઓ