ઓડિશામાં પકડાયેલું ''જાસૂસ કબૂતર'' જોયું, પગમાં કેમેરો લગાવેલો હતો, પોલીસ પણ ચોંકી!

image : Wikipedia 


ઓડિશાના જગતસિંહપુર જિલ્લાના પારાદીપ તટ નજીક માછલી પકડતી એક બોટમાંથી કેમેરો અને માઈક્રોચિપથી લેસ એક કબૂતર મળી આવ્યો હતો. પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે આ કબૂતરનો ઉપયોગ જાસૂસી માટે કરાઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે થોડા દિવસ અગાઉ અમુક માછીમારોએ સમુદ્રમાં માછીમારી કરતી વખતે કબૂતરને તેમની બોટ પર બેસેલો જોયો હતો પછી તેને પકડી લીધો અને બુધવારે અહીં મરીન પોલીસને સોંપ્યો હતો. 

પોલીસે વધુ તપાસ હાથ ધરી

જગતસિંહપુરના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ રાહુલ પીઆરે કહ્યું કે અમારા એનિમલ ડૉક્ટર કબૂતરની તપાસ કરશે. તેના પગમાં લગાવાયેલા ઉપકરણોને તપાસ માટે સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબની પણ મદદ લેવાશે. એવું લાગે છે કે આ ઉપકરણ એક કેમેરો અને એક માઈક્રોચિપ છે. તેમણે કહ્યું કે એવું પણ હોઇ શકે કે આ કબૂતરની પાંખ પર સ્થાનિક પોલીસ માટે સાંકેતિક ભાષામાં કંઇક લખેલું છે. એસપીએ કહ્યું કે એ જાણવા માટે પણ નિષ્ણાતોની મદદ લેવાશે કે આ શું લખેલું છે. 



https://ift.tt/bpF3K29 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pnZ4NDz

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ