ગુજરાતમાંથી GSTની વસુલાત 1 લાખ કરોડને પાર, દેશમાં 3જા નંબરે


મહારાષ્ટ્ર, કર્ણાટક પછી સૌથી વધુ ગૂડ્સ-સર્વિસ ટેક્સ : સમગ્ર દેશમાં 12 લાખ કરોડથી વધુ રકમનો GST વસુલાયો, ગુજરાતમાં રોજ 315 કરોડથી વધુ રકમનો GST ચૂકવાય છે  : 11 માસમાં રૂ।.104393 કરોડ વસુલાયા, ઈ.સ. 2017-18માં 45905 કરોડ સામે 6 વર્ષમાં બમણાંથી વધુ ટેક્ષ ભર્યો,માર્ચ બાકી

રાજકોટ, : જી.એસ.ટી.ના દરમાં વધારો અને વધુ વસ્તુઓને કરના દાયરામાં આવરી લેવાયા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારની જી.એસ.ટી.આવક પાંચ વર્ષમાં બમણી થઈ છે. ગુજરાતમાંથી ચાલુ નાણાકીય વર્ષ ઈ.સ.2022-23 ના ફેબુ્રઆરી સુધીના 11 માસમાં જ પ્રથમવાર એક લાખ કરોડને પાર થઈને રૂ।. 1,04,30 કરોડની વસુલાત થઈ છે અને હજુ માર્ચ માસ બાકી છે. મહિને સરેરાશ રૂ।. 9500 કરોડની એટલે કે રોજના રૂ।. 315 કરોડથી વધુ રકમ જી.એસ.ટી.તરીકે ચૂકવાય છે જે લોકો દ્વારા ખરીદાતી વસ્તુઓ, સેવાઓ પરનો ટેક્સ છે અને તે ટેક્સ ભરે છે વેપારીઓ પણ વસુલાય છે લોકો પાસેથી જ. 

ગુજરાતમાં કોરોના કાળમાં પણ જી.એસ.ટી. આવક સતત વધતી રહી છે, કોરોના ટોચ પર હતો તે ગત વર્ષ ઈ.સ.2021-રૂ ।.97,155 કરોડ, અને લોકડાઉન,કર્ફ્યુનો સિલસિલો જે વર્ષમાં હતો તે ઈ.સ.2020-21 માં પણ રૂ।. 74346 કરોડ, ઈ.સ2019-20 માં 78,923 કરોડ, ઈ.સ.2018-19 73,440 કરોડનો ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વસુલાયો હતો. આ પહેલાના વર્ષ ઈ.સ.2017-18માં રૂ।.45,905 કરોડનો જી.એસ.ટી. આજે છ વર્ષમાં બમણાંથી વધુ લોકો ભરી રહ્યા છે. 

દેશમાં ઔદ્યોગિક પાટનગર મુંબઈ આવેલ છે તે મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષના 11 માસમાં રૂ।.2,47,651  કરોડનો અને કર્ણાટકમાં આશરે ગુજરાતની લગોલગ રૂ।.1,12,462 કરોડનો ટેક્સ વસુલાયો છે અને ગુજરાત સર્વાધિક ટેક્સ ભરવામાં દેશમાં ત્રીજા ક્રમે છે. કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં રૂ।.41,304 કરોડ અને આમ આદમી પાર્ટી શાસિત પંજાબમાં  માત્ર રૂ।.19214 કરોડના જી.એસ.ટી.ની વસુલાત થઈ છે. 

કેન્દ્રશાસિત પ્રદેશ સહિત દેશના 38 રાજ્યોમાં ઈ.સ.2017-18 માં રૂ।.5.39 લાખ કરોડ સામે ગત વર્ષમાં 10.93 લાખ કરોડનો એટલે કે બમણો ટેક્સ વસુલાયો છે અને ચાલુ વર્ષેના 11 માસમાં  દેશમાં કૂલ રૂ।.12.04 લાખ કરોડની જી.એસ.ટી.ની આવક સરકારને થઈ છે.  



https://ift.tt/rqzHp4u

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ