નડિયાદ : મહેમદાવાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર ૨ દાઉદપુરા વિસ્તારમાં ગુજરાત ગેસ લાઈનમાં કોઈ ખામી સર્જાતા કે ગેસ લીકેજ થતાં સાંજના ચાર વાગ્યાથી લાઈનો બંધ કરેલ છે. જેને લઈને મહિલાઓ સ્કૂલેથી આવતા બાળકોને ચાહ નાસ્તો પણ કરાવી નથી શક્યા અને સાંજનું જમવાનું કેવી રીતે બનાવવુ નો પ્રશ્ન ઉભો થયો છે. આમ અચાનક ગેસ લાઈન બંધ થતાં ગૃહિણીઓ કફોડી હાલતમાં મુકાય છે.
ગુજરાત ગેસમાં ફોન કરતાં કોઈ વ્યવસ્થિત જવાબ પણ નથી આપતું ને હવે ફોન પણ ઉપાડતા ન હોય સ્થાનિક રહીશો દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. બાકી હતું તો તેમાં પાણીની લાઈન તૂટી જતા દાઉદપુરાના સમગ્ર પ્રવેશદ્વાર આગળના વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી રાહદારી તેમજ રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડવાની નોબત આવી છે. ગુજરાત ગેસ કંપનીની આ લાપરવાહી ને લઈને લોકોમાં ઉગ્ર રોષ ની લાગણી જોવા મળે છે.
https://ift.tt/06iHPoQ
0 ટિપ્પણીઓ