ઉત્તર પ્રદેશના ઉમેશ પાલ હત્યાકાંડમાં વધુ એક આરોપીનું એન્કાઉન્ટર, જાણો શુ છે મામલો

Image  Envato 

તા. 6 જાન્યુઆરી 2023, સોમવાર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલના એન્કાઉન્ટરમાં મોટી ખબર સામે આવી છે. પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકેસમાં પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આ  હત્યાકેસમાં વધુ એક આરોપીનું એન્કાઉન્ટર થયુ છે. આ એન્કાઉન્ટરમાં પહેલી ગોળી ચલાવનાર આરોપી અને બદમાશ ઉસ્માન ચૌધરીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ છે. 

શુટર ઉસ્માન પર 50 હજારનું ઈનામ રાખવામાં આવ્યું હતું

આ બાબતે મળતી વિગતો મુજબ પ્રયાગરાજના કૌંધિયારા વિસ્તારમાં જુથ અથડામણ થઈ હતી. આ દરમ્યાન ઉસ્માન ચૌધરીને ગોળી વાગી હતી અને તેનું એન્કાઉન્ટર થયુ હતું. આ એન્કાઉન્ટરમાં વિજય ઉર્ફે ઉસ્માન ચૌધરી ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત થયું હતું. શુટર ઉસ્માન પર 50 હજારનું ઈનામ રાખવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે ઉમેશ પાલ પર પહેલી ગોળી ઉસ્માને મારી હતી. આ અગાઉ પણ પોલીસે અતીક અહેમદના નજીકના સાથીદાર અરબાઝનું એન્કાઉન્ટર કર્યુ હતુ. 

એક આરોપીનું પહેલા જ એન્કાઉન્ટર

ઉમેશ પાલના હત્યા કેસમાં સામેલ અન્ય એક આરોપી અરબાઝનું ગત સોમવારે પોલીસે એન્કાઉન્ટર કર્યુ હતુ. શુટરોએ જે ગાડીમાં ઉમેશ પાલની હત્યા કરી હતી, તે ગાડી અરબાઝ ચલાવી રહ્યો હતો. ગયા સોમવારે પીપલ ગામ વિસ્તારમાં અરબાઝ હોવાની સુચના પોલીસને મળી હતી, તેથી પોલીસે નાકાબંધી કરી હતી. આ દરમ્યાન પોલીસને જોઈને તેણે ફાઈરીંગ શરુ કર્યુ હતું. તેના જવાબમાં સામે પોલીસે ફાઈરીંગ કર્યુ હતુ, જેમાં અરબાઝનું ગોળીથી મોત થયુ હતુ. જો કે આ મુઠભેડમાં ધુમનગંજના ઈન્સ્પેક્ટરના હાથમાં પણ ગોળી લાગી હતી. 



https://ift.tt/lZfjXhL from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/n2KiG4e

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ