વાગડના રણકાંઠામાં માવઠું: જીરૃ, રાયડા સહિતના પાકોનું ધોવાણ

 ભુજ,શનિવાર

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનિક સકર્યુલેશનનાં પગલે સર્જાયેલ હવાનાં હળવા દબાણાથી કચ્છમાં ૫ણ હવામાન પલ્ટો સર્જાયો હતો. આજે વાદળીયા વાતાવરણ વચ્ચે વાગડ સહિત મુંદરા તેમજ કચ્છના અમુક સૃથળોએ થોડા છાંટા પડયા હતા. આ માવઠાનાં પગલે ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે. કારણ કે, ઘઉં, ચણા, બટેટા, કેરી, જીરૃ સહિતના પાકને નુકસાનની ભીતિ ઉભી થઇ છે.  

હવામાન વિભાગની આગાહી અનુસાર તા.૫-૬ માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છમાં દિવસ દરમિયાન ભારે ગરમી બાદ મુંદરામાં હળવા વરસાદી છાંટા પડયા હતા. દરમિયાન, સાંજના ભાગે વાગડ વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યા બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો જેના પગલે જીરૃના પાકનું સંપૂર્ણ ધોવાણ થયું હતુ. આકરી મહેનત કર્યા બાદ વાગડના ખેડૂતોએ કરેલી મહેનત પર કમોસમી વરસાદના કારણે આિાર્થક નુકશાન સહન કરવું પડશે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનિક સકર્યુલેશનનાં પગલે સર્જાયેલ હવાનાં હળવા દબાણાથી કચ્છમાં ૫ણ હવામાન પલ્ટો સર્જાયો હતો. વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ સાંજે વાગડ વિસ્તારના રણકાંઠા વિસ્તારમાં કમોસમી માવઠાના લીધે ખડીર, રતનપર, અમરાપર, બાભણકાની સીમમાં જીરૃ, રાયડો, ઈસબગુલ સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે. જીરાનો પાક સંપૂર્ણપણે ધોવાઈ જતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે.આજે વાદળીયા વાતાવરણ વચ્ચે મુંદરા સહિત અમુક સૃથળોએ થોડા છાંટા પડયા હતા. આ માવઠાનાં પગલે ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજયમાં આગામી ૪૮ કલાક વાતાવરણ સુકુ તેમજ વાદળછાયું રહેશે.  હવામાન વિભાગના જણાવ્યાનુસાર  હાલમાં ૨ થી ૫ ડિગ્રી તાપમાન સામાન્ય કરતા વાધારે રહેશે. પરંતુ ત્યારબાદ વાતાવરણમાં ફેરફાર નોંધાશે અને કમોસમી વરસાદ થશે. રાજયના અન્ય જિલ્લાઓની સાથોસાથ  કચ્છ- સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાયકલોનિક સકર્યુલેશન રાજસૃથાન તરફ છે. જેના કારણે વાતાવરણમાં પરિવર્તન આવશે અને ભેજના કારણે વરસાદ પણ થઇ શકે છે. હાલમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં પડેલા જીરું વરિયાળી ઘઉં રાયડો અજમા જેવા પાક ઉપર ખતરો હોવાના કારણે તેમના પણ મન ઉપર ચિંતા ના વાદળો છવાઈ જવા પામ્યા છે. 

દરમિયાન, આજે મુંદરામાં સાંજે અચાનક માવઠું પડતા ગ્રાહકો વેપારીઓમાં ભાગદોડ મચી હતી. વેપારીઓને તાલપત્રી બાંધવાની ફરજ પડી હતી. માવઠાની અસરને પગલે આજાથી વાતાવરણ  વાદળ છાયું જોવા મળી રહ્યું છે.કચ્છમાં માવઠું થશે તો રાયડાના પાકને વાધારે નુકશાનીનો ભય છે. હાલ આ પાક તૈયાર થઈ ગયો છે. અમુક ખેડૂતોએ હાર્ડવેસ્ટર દ્વારા કાઢીને ખળામાં સુકાવવા રાખ્યો છે.તો અમુક ખેડુતોએ વાવેતર મોડુ કર્યું છે. તેનો પાક વાડીમાં ઉભો છે. તેમજ રાઈ,ધાણા,મેાથી,ઘઉં જેવા શિયાળુ પાક તૈયાર ઉભા છે. જેાથી, ખેડૂતો વધુ ચિતિત બન્યા છે.

રાપરના જાટાવાડા નજીક વીજળી પડતા યુવકનું મોત :બે સંતાને છત્રછાયા ગૂમાવી

રાપર તાલુકાના જાટાવાડા નજીક કારીધારવાંઢમાં વિજળી પડતા યુવકનું મોત નિપજયું હોવાનો બનાવ બન્યો છે. ખેતરમાં કામ કરતો યુવાન સાંજે પરત ઘરે આવી રહ્યો હતો ત્યારે આકાશી વિજળી કાળ બનીને ત્રાટકી હતી.  કારીધાર વાંઢ વિસ્તારમાં ખેતરાથી ઘરે આવવાની તૈયારી કરી રહેલા કિશોર રાઘુભાઈ કોળી(ઉ.વ.૨૬) પર આકાશી વિજળી પડતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. અને તાત્કાલીક સારવાર આૃર્થે ખસેડયો હતો પરંતુ રાપર સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હતભાગી યુવાનને ત્રણ વર્ષનો દિકરો અને દોઢ વર્ષની દિકરી છે. બનાવની જાણ થતા જ કોળી સમાજના આગેવાનો દોડી આવ્યા હતા. 

પવન સાથે વરસાદની કચ્છ સહિત ક્યાં આગાહી ?

૫ માર્ચ : બનાસકાંઠા, અમદાવાદ, ડાંગ, તાપી, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, કચ્છ.

૬ માર્ચ : ડાંગ, તાપી.

૭ માર્ચ : ડાંગ, તાપી, નર્મદા.

૮ માર્ચ : બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, છોટા ઉદેપુર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ. 

૯ માર્ચ : બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, નર્મદા, રાજકોટ, ભાવનગર, કચ્છ. 



https://ift.tt/rYBu4ik

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ