માદક દ્રવ્ય આપી જનાર મુન્દ્રાના લૂણી ગામની મહિલાનું નામ ખુલ્યુ
ભુજ: પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગૃપની એક ટીમે શનિવારે પરોઢે માંડવીના બીચ રોડ પર આવેલા રહેણાકના ઘરમાં બાતમી પરથી છાપો મારીને રૂપિયા ૯,૩૯૦ની કિંમતના ૯૩૯ ગ્રામ ગાંજો તથા ૫ હજારના મોબાઇલ સાથે આરોપીને ઝડપી લીધો હતો. પુછપરછમાં આ ગાંજો મુન્દ્રા તાલુકાના લૂણી ગામની મહિલા આપી ગઇ હોવાનું ખુલ્તાં આરોપીઓ વિરૂધ માંડવી પોલીસ મથકે ગુનો નોંધાવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીની ટીમે બાતમી પરથી માંડવીના બીચ રોડ પર ગાયત્રી મંદિર પાસે રહેતા નિરંજન પ્રેમજી જોષીના ઘરમાં દરોડો પાડયો હતો. આરોપીના કબજામાંથી રૂપિયા ૯,૩૯૦ની કિંમતનો ૯૩૯ ગ્રામ ગાંજો પકડી પાડયો હતો. આરોપીને ગાંજો ક્યાંથી ક્યાંથી આવ્યો તેમજ ગાંજો અન્ય કોઇને વેચ્યો છે કે, કેમ તે સહિતની પુછપર કરતાં આરોપી નિરંજને પોલીસને જણાવ્યું હતું કે, આ ગાંજો વેચાણ માટે મુન્દ્રા તાલુકાના લૂંણી ગામે રહેતી એક અજાણી મહિલા આપી ગઇ છે. જેથી એસઓજીએ માંડવી પોલીસ મથકે આરોપીઓ વિરૂધ એન.ડી.પીએસની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો. માંડવી પોલીસ મથકના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.
https://ift.tt/1Wi6rOy
0 ટિપ્પણીઓ