પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની તાપસ હાથ ધરી, 78 જેટલા નજીકના લોકોની કરી ધરપકડ

Image: Twitter


પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ ડેના પ્રમુખ અમૃતપાલ સિંહ વિરુદ્ધ સકંજો કસ્યો છે. પોલીસે અમૃતપાલ સિંહની તપાસ હાથ ધરી છે. આજે સાંજે પંજાબ પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે, અમૃતપાલના સાથીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી અને તેના 78 સાથીઓની ધરપકડ કરી લીધી છે. સાત જિલ્લાની પોલીસે એ સ્થાનને ધેરી લીધું છે જ્યાં અમૃતપાલ સિંહ હોવાની સંભાવના છે. પોલીસે રાત્રે પ્રેસનોટ જાહેર કરીને કહ્યું કે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી નથી, તેની શોધ ચાલી રહી છે. જો કે, બપોરે સૂત્રોના અનુસાર સમાચાર આવ્યા હતા કે લગભગ દોઢ કલાક સુધી પીછો કર્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે.

અનેક વિસ્તારમાં કાલે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ

પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડ માટે તેનો પીછો કર્યો હતો. અમૃતપાલ સિંહ વિરુદ્ધ પંજાબ પોલીસે હેટ સ્પીચ સહિત 3 કેસ દાખલ કર્યા છે. તે અંગે જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે પંજાબના અનેક વિસ્તારમાં કાલે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ભઠિંડા જિલ્લામાં અનેક સ્થળો પર ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યુ છે. અમૃતસરમાં પણ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યુ છે. પટિયાલા, મોગા, મોહાલી જિલ્લામાં અનેક સ્થળો પર નેટ બંધ કરી દેવામાં આવ્યુ છે. ફોન સેવા ચાલુ છે પરંતુ ઈન્ટરનેટ બંધ છે.

અમૃતપાલ પોતાની મર્સડીઝ ગાડી છોડીને અંડરગ્રાઉન્ડ થઈ ગયો

અમૃતપાલ પોતાની મર્સડીઝ ગાડી છોડીને અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. તેણે પોતાની કાર પણ બદલી લીધી છે. અમૃતપાલ પર ધરપકડનું દબાણ વધી રહ્યુ છે. પોલીસને અમૃતપાલ સિંહના સાથીઓ પાસેથી હથિયાર મળી આવ્યા છે. પંજાબ પોલીસે લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અને ખોટા સમાચાર ન ફેલાવવા વિનંતી કરી છે. પંજાબ પોલીસે ટ્વીટ કર્યું કે પંજાબ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કામ કરી રહી છે. 




https://ift.tt/gnMRjp3 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WCwnDy0

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ