મીઠાપુર પંથકના પોણા બે વર્ષ પહેલાના કેસમાં કોર્ટનો ચુકાવો
સજા ઉતરાંત 10 હજારનો દંડ ફટકારાયો ઃ ભોગ બનનારને રૂા.3 લાખ ચુકવવા પણ કોર્ટનો હુકમ
જામખંભાળિયા: ઓખા મંડળના મીઠાપુર પંથકમાં રહેતા એક ૧૧ વર્ષના તરૂણને મોઢે મુંગો દઈ મકાનમાં લઈ જઈ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવાના ગુનામાં દ્વારકાની કોર્ટે આરોપી ભાવેશ પાલા પરમારને તકસીરવાન ઠેરાવી ર૦ વર્ષની કેદ અને ૧૦ હજારના દંડનો હુકમ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના વિસ્તારમાં રહેતો ૧૧ વર્ષનો તરૂણ ર મે ર૦ર૧ના દરણું દળાવવા માટે ને દરણાનો હિસાબ કરવા માટે લોટની ઘંટીએ જવા નીકળ્યો હતો. જ્યાં વચ્ચે રહેતા ભાવેશ પાલા પરમાર નામના ૩૪ વર્ષના શખ્સે તરુણને મોઢે મુંગો દઈ અને પોતાના મકાનમાં લઈ યા બાદ રૂમમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. દરમિયાન આરોપી સુઈ જતા મોકો મળવાથી તરુણ તોાના ઘરે ચાલ્યો યો હતો. જ્યાં તેના પિતાને બનાવ અંગેની જાણ કરતા તેના પિતાએ આરોપી ભાવેશ પાલા પરમાર વિરૂદ્ધ મીઠાપુર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૭૭, પોક્સો એક્ટ ઉપરાંત એટ્રસિટી એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે સંદર્ભે એસ.સી. એસ.ટી. સેલના ડીવાય.એસ.પી. સમીર સરડાની તપાસમાં ભોગ બનનાર તથા આરોપીની મેડિકલ તપાસણી બાદ ચાર્જશીટ તૈયાર કરવામાં આવ્યું હતું.
આ અંગે કેસ દ્વારકાની કોર્ટમાં ચાલી જતા પ્રકરણમાં કુલ ૧૫ સાક્ષીઓને તપાસ અને ફરીયાદી, ભોગ બનનાર તથા મેડિકલ ઓફિસરની જુબાની તેમજ સરકારી વકીલ એલ. આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ધ્યાનમાં રાખીને દ્વારકા સ્પેશ્યલ પોક્સો જજ પી. એચ. શેઠ દ્વારા આરોપી ભાવેશ પાલા પરમારને પોક્સો એક્ટની કલમ હેઠળ તકસીરવાન ઠેરાવીને ર૦ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૧૦ હજારના દંડની સજા ફટકારી હતી. તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પનશેસન સ્કીમ હેઠળ રૂા.૩ લાખ ચુકવવા માટે પણ હુકમ કર્યો હતો.
https://ift.tt/bEWzB01
0 ટિપ્પણીઓ