જરોદનો વ્યાજખોર પિન્ટુ જયસ્વાલ બાયડથી ઝડપાયો

જરોદ તા.૭ વાઘોડીયા તાલુકાના જરોદ ગામે ગાયત્રી સોસાયટીમાં રહેતા પિન્ટુ જયંતિલાલ જયસ્વાલ પાસે જરોદ ગામે બારીયાવગામાં રહેતા અમરસિંહ નારણભાઈ બારીયાએ પાંચ લાખ રૃપિયા લીધા હતા.અને તે પાંચ લાખની લેવડ દેવડ  સામે અમરસિંહે જરોદ પોલીસ સ્ટેશનમાં પિન્ટુ જયસ્વાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

ત્યારબાદ જરોદ પોલીસે પિન્ટુ જયસ્વાલનાં ઘરે તેમજ દુકાને તપાસ હાથ ધરી હતી.જેમાં ફોર વ્હીલ વાહનો  તેમજ પિન્ટુ જયસ્વાલના ઘરેથી ખાતા ગ્રાહક અને ખાતાની ચેક બુક, ઘરના ખાતાની પાસ બુક, અલગ અલગ વ્યકિતના કોરા ચેક, વાહનોના કરાર તેમજ જમીન અને મકાનોના દસ્તાવેજો મળી આવ્યાં હતાં.

પોલીસે દુકાને તપાસ હાથ ધરતા દુકાનમાંથી ભાડાકરાર, વાહનોના કરાર, આધારકાર્ડ નકલો અને ફોટા, નર્મદા ટ્રેડર્સ નામની સંસ્થાના ઇનવોઇસ, ચેકો, સહી કરેલી પ્રોમિસરી નોટ અને આરોપી પીન્ટુ જયસ્વાલનો પાસપોર્ટ પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

પરંતુ આ સમયે પીન્ટુ જયસ્વાલ મળી આવ્યો ન હતો.જેથી પોલીસે પીન્ટુ જયસ્વાલ ની શોધખોળ હાથ ધરી હતી. આટલા દિવસોની શોધખોળ દરમિયાન પીન્ટુ જયસ્વાલને જરોદ પોલીસે સાબરકાંઠા જિલ્લાના બાયડ મુકામેથી મોડી રાત્રે ઝડપી પાડયો હતો. 





https://ift.tt/JeGibg0

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ