નવી દિલ્હી, તા.06 ફેબ્રુઆરી-2023, સોમવાર
વિશ્વના ટોપ-10 અજોપતિની યાદીમાં ભારત બહાર થઈ ગયું છે. શોર્ટ સેલર હિન્ડનબર્ગની રિપોર્ટ બાદ ગૌતમ અદાણી અબજોપતિની યાદીમાંથી સતત નીચે જઈ રહ્યા છે. તો ટોપ-10માં સામેલ બીજા ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ આ યાદીમાંથી બહાર થઈ ગયા છે. અંબાણી અને અદાણી બંનેની નેટવર્થમાં સોમવારે ઘટાડો થયો છે. સોમવારે બપોરે દોઢ વાગ્યા સુધી મુકેશ અંબાણીની નેટવર્થમાં 68.8 કરોડ ડૉલરનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ગૌતમ અંદાણીની નેટવર્થમાં 2.7 અબજ ડોલરનો ઘટાડો થયો. દરમિયાન અબજોપતિની યાદીમાં ગૌતમ અદાણી 19માં ક્રમાંકે પહોંચી ગયા છે. તો રિયાલન્સ ગ્રૂપના વડા મુકેશ અંબાણી 12માં સ્થાને આવી ગયા છે. હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ દરરોજ ગૌતમ અદાણીની સંપત્તિ ઘટી રહી છે.
હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો ત્યારે અંબાણી-અદાણીની સ્થિતિ શું હતી ?
હિન્ડનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ આવ્યો હતો. આ પહેલા 20 જાન્યુઆરીએ પૂર્ણ થયેલા કારોબારી સપ્તાહના અંતે ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તી હતા. તો મુકેશ અંબાણી આ યાદીમાં 9માં ક્રમાંકે હતા. 24 જાન્યુઆરીએ હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ બંને ભારતીય અબજોપતિઓની નેટવર્થમાં ઘટાડો થયો છે.
ટોપ-10 અબજોપતિઓમાં અમેરિકાના 8 ઉદ્યોગપતિઓ
સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં સોમવારે સાંજે ટોપ-10માં 8 અમેરિકી હતા. જોકે એક નંબર પર ફ્રા્ંસના બરનાર્ડ અરનોલ્ટે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. આઠમાં ક્રમાંકે મેક્સિકોના કાર્લોસ સ્લિમ હેલૂ ટોપ-10માં સામેલ બીજા બિન-અમેરિકી છે. ઉપરાંત ટેસ્લા અને સ્પેસ-એક્સના સીઈઓ એલન મસ્ક 184.4 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બીજા નંબર પર છે. જ્યારે ત્રીજા ક્રમાંકે 126.5 નેટવર્થ સાથે એમેઝોનના ચેરમેન જેફ બેઝોસ છે. અમેરિકી વ્યવસાયી લૈરી એલિસન ચોથા સ્થાને તો વર્કશાયર હૈથવેના સીઈઓ વોરેન બફેટ પાંચમા સ્થાને છે. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ 105.2 બિલિયન ડોલર સાથે છઠ્ઠા સ્થાને જ્યારે ગૂગલના લેરી પેઝ 90.2 બિલિયન ડોલરની નેટવર્થ સાથે સાતમાં સ્થાને છે. જ્યારે 8માં ક્રમાંકે 89.8 બિલિયન ડોલરની નેટવર્થ સાથે કાર્લોસ એન્ડ સ્લિમ ફેમીલીનો સમાવેશ થાય છે. ગૂગલના સર્ગી બ્રિન 86.4 બિલિયન ડોલર સાથે વિશ્વના 9માં અમીર વ્યક્તિ છે. આ યાદીમાં 10માં સ્થાને 83.3 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ફ્રેંકોઈસ બેટેનકોર્ટ મેયર્સ એન્ડ ફેમિલી છે. તો ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ વિશ્વના 16માં સૌથી અમીર વ્યક્તિ છે. ઝુકરબર્ગની કુલ સંપત્તિ 66.8 બિલિયન ડોલર છે.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nZL7TMy https://ift.tt/fu7JADv
0 ટિપ્પણીઓ