Image : Internet |
ગુજરાત રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. ગઈકાલ સાંજથી જ ઠંડો પવન ફૂંકાવાનું શરુ થઈ ગયુ છે. રાજ્યના 9 શહેરનું તાપમાન 10 કરતા પણ ઓછું નોંધાયુ હતું. હવામાન વિભાગે ફરી મોટી આગાહી કરી હતી કે રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે. આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં ઉત્તર- પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
ગુજરાતના મોટા શહેરોમાં સવારે અને સાંજે ઠંડા પવન ફુંકાવાની શરુઆત થઈ ગઈ છે. આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક શહેરોમાં પણ પારો ગગડી જશે અને તાપમાન નીચું જશે. રાજ્યમાં તાપમાન નીચે જતા જ ઠંડીનું જોર વધી જશે. ગુજરાતમાં ઠંડી વધતાની સાતે જનજીવન પર તેની અસર પડી રહી છે. આ સાથે જ કચ્છમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરી છે. કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના 9 શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતા પણ ઓછું નોંધાયુ છે. નલિયા 4.4 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે. ગુજરાતની સાથે આબુમાં પણ ઠંડી વધી ગઈ છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં પણ ઠંડી વધવાની શક્યતાઓ છે.
ઉત્તરભારત સહિત દેશના ઘણા ભાગોમા ઠંડીની આગાહી
ઉત્તરભારત સહિત દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. IMDનું માનીએ તો દિલ્હીમાં ગઈકાલથી જબરદસ્ત ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે. ઠંડા પવનોથી મળેલી રાહત હવે મુસીબત બનવાની છે. રાજસ્થાનના ઉત્તર ભાગમાં આજથી 17 જાન્યુઆરી વચ્ચે ઠંડા પવનોથી લઈને કડકડતી ઠંડી પડી શકે છે. કર્ણાટકના કેટલાક ભાગોમાં આજથી 17 જાન્યુઆરીએ ઠંડા પવન ફૂંકાઈ શકે છે.
https://ift.tt/JiMcN9q
0 ટિપ્પણીઓ