એસ.જયશંકરે ચીન પર પ્રહાર કરતા કહ્યું, ભારત પોતાની સુરક્ષા માટે ગમે તે કરશે

Image: Twitter 


વિદેશ મંત્રી એસ જયશંકરે આજે ચેન્નાઈમાં થુગલક મેગેઝિનના 53માં વર્ષગાંઠના દિવસે સંબોધન કર્યું હતું. જેમાં વિદેશ મંત્રીએ ચીનને લઇ મજબુત પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે, ભારત સીમા પારના પડકારોથી ડરતું નથી તે કોઈ પણ પરિસ્થિતિને લઇ તૈયાર છે. વિદેશ મંત્રીએ હતુ કહ્યું કે, તમામ દેશોમાં રાષ્ટ્રીય સુરક્ષાની કસોટી થઈ રહી છે, પરંતુ ભારત માટે તે કઈંક વધારે જ છે. જેમાં બળવાખોરી અને યુદ્ધથી લઈને સરહદ પારના આતંકવાદ, ખાસ કરીને આતંકવાદનો સમાવેશ થાય છે. LAC પર ચીનની હરકતો અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે પ્રહારો કર્યા હતા. 

ભારત એવો દેશ છે જેના પર કોઈ દબાણ કરી શકે નહીં
વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત-ચીન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, દુનિયાએ જોયું છે કે ભારત એવો દેશ છે જેના પર કોઈ દબાણ કરી શકે નહીં. જયશંકરે કહ્યું કે ચીન સમજૂતીઓનું ઉલ્લંઘન કરીને મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરહદ પર તૈનાત ભારતીય દળો ખરાબ હવામાનમાં સરહદની સુરક્ષા કરી રહ્યા છે.

પુલવામા-બાલાકોટ હવાઈ હુમલાનો કર્યો ઉલ્લેખ

ભારત તેની રાષ્ટ્રીય સુરક્ષા નિશ્ચિત કરવા માટે જે પણ જરૂરી હશે તે કરશે. 2019માં પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં વાયુસેના દ્વારા કરવામાં આવેલા બાલાકોટ હવાઈ હુમલાનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે દેશની સુરક્ષા નિશ્ચિત કરવા માટે બધું જ કરશે. ઉત્તરીય સરહદો પર, ચીન વારંવાર બળ દ્વારા યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર પરસ્પર હિતોને ધ્યાનમાં રાખીને અન્ય દેશો સાથે મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો સ્થાપિત કરી રહી છે.



https://ift.tt/Wi5Ncjp from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/y2R1pjh

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ