- 1.45 કરોડ મતદારો મ્યૂનિ.ની સત્તા નક્કી કરશે
- 250 જેટલા વોર્ડ્સ પર જીત જાળવી રાખવા ભાજપે 200થી વધુ રેલીઓ, રોડ શો કર્યા
નવી દિલ્હી : દિલ્હીમાં રવિવારે દિલ્હી મ્યૂનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થશે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આ ચૂંટણી જીતવાના દરેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ૧.૪૫ દરોડ મતદારો કોને સત્તા આપવી તે રવિવારે મતદાન કરીને નક્કી કરશે.
મતદાન રવિવારે સવારે આઠ વાગ્યે શરૂ થશે અને સાંજે ૫.૩૦ વાગ્યે પૂર્ણ થશે. જ્યારે મતગણતરી સાતમી તારીખે હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ દિલ્હીમાં આ ચૂંટણીમાં કુલ ૧.૪૫ કરોડ મતદારો મતદાનને લાયક છે. જેમાં ૭૮.૯૩ લાખ પુરુષ મતદારો અને ૬૬.૧૦ લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે એક હજારથી વધુ ટ્રાન્સઝેન્ડર પણ મતદાન કરશે.
આ ચૂંટણી એવા સમયે યોજાવા જઇ રહી છે જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જીત માટે પુરુ જોર લગાવવામાં આવી રહ્યું છે. મ્યૂનિ. કોર્પોરેશન ઓફ દિલ્હીના કુલ ૨૫૦ વોર્ડ્સ છે. આમ આદમી પાર્ટી, ભાજપ બન્ને દાવા કરી રહ્યા છે કે તેઓ સત્તા મેળવશે. એમડીસીની ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા ૨૦૦ રેલીઓ અને રોડ શો કરવામાં આવ્યા હતા.
જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ૪૦૦ વેપારીઓની સાથે ટાઉનહોલ યોજ્યો હતો. દિલ્હી પોલીસના ૪૦,૦૦૦ જવાન, ૨૦,૦૦૦ હોમગાર્ડ અને સીએપીએફ, સીએપીની ૧૦૮ કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. આ પહેલા વર્ષ ૨૦૧૭માં જ્યારે દિલ્હી મ્યૂનિ.ની ચૂંટણી યોજાઇ હતી ત્યારે ભાજપને ૨૭૦માંથી ૧૮૧ વોર્ડ પર જ્યારે આપને ૪૮ વોર્ડ પર જીત મળી હતી. કોંગ્રેસને ૨૭ વોર્ડ પર જીત મળી હતી. તે સમયે માત્ર ૫૩ ટકા જ મતદાન થયું હતું.
https://ift.tt/HvBbSXm from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WmA1a02
0 ટિપ્પણીઓ