વડોદરાના સુભાનપુરામાં છુપાવેલું રૂપિયા નવ કરોડનું ડ્રગ જપ્ત કરાયું

અમદાવાદ

વડોદરા જિલ્લાના સીંધરોટમાં ઝડપાયેલા રૂપિયા ૪૭૯ કરોડની કિંમતના મેફેડ્રોેન કેસમાં આરોપીઓની પુછપરછમાં એટીએસને વધુ એક સફળતા મળી છે. જેમાં રૂપિયા નવ કરોડની કિંમતના ડ્રગ્સ વડોદરાના સુભાનપુરા ખાતેથી જપ્ત કરવામાં આવ્યું છે. આ અંગે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે.આ ઉપરાંત, અગાઉ ઝડપાયેલા આરોપીના પુત્રની સંડોવણી પણ બહાર આવી છે. ત્યારે આગામી સમયમાં વધુ ચોંકાવનારા તથ્યો બહાર આવવાની શક્યતા છે. વડોદરા જિલ્લાના સીંધરોટમાં છ દિવસ પહેલા ગુજરાત એટીએસ દ્વારા દરોડો પાડીને મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરતી ગુજરાતની સૌથી ફેક્ટરી પકડાઇ હતી. જેમાં પોલીસે  વડોદરામાં રહેતા સૌમિલ ઉર્ફે સેમ સુરેશચંદ્ર પાઠક ,શૈલેષ કટારિયા વિનોદ ઉર્ફે પપ્પુ નિજામા, ભરત ચાવડા અને નડિયાદના મોહંમદ શફી મિસ્કીન દિવાનને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે રૂપિયા ૪૭૯ કરોડની કિંમતનું મેફેડ્રોન ડ્ગ્સ જપ્ત કર્યું હતું. જે અંગે આરોપીઓની પુછપરછમાં એટીઅસને માહિતી મળી હતી કે ભરત ચાવડાએ તેના પુત્ર હર્ષ ચાવડા મારફતે મેફેડ્રોન ભરેલી થેલી વડોદરામાં ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા અશોક પટેલને આપી હતી. જે ડ્રગ્સનો જથ્થો અશોક પટેલે વડોદરા સુભાનપુરા ખાતે આવેલા સમતા ચાર રસ્તા પાસે છુપાવેલું છે. જે બાતમીને આધારે એટીએસ અને વડોદરા એટીએસ દ્વારા તપાસ કરવામાં આવતા એક કિલો ૭૦૦ ગ્રામ મેફેડ્રોન ભરેલી થેલી મળી આવી હતી. જેની કિંમત અંદાજે નવ કરોડ રૂપિયા જેટલી અંદાજવામાં આવી છે. જે અંગે પોલીસે અશોક પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સૌમિલની પુછપરછમાં સલીમ ડોલા અને તેના દ્વારા કરોડો રૂપિયાના નાણાંના ગેરકાયદેસર વ્યવહાર દુબઇથી હવાલા દ્વારા કરાયા હોવાનું પણ બહાર આવ્યું હતું. તેમજ  દોઢ મહિનામાં લગભગ અંદાજે રૂપિયા એક હજાર કરોડની કિંમતના ૧૫૦ કિલોથી વધારે મેફેડ્રોન તૈયાર કરીને સલીમ ડોલાને અપાયા હોવાની મહત્વની લીડ એટીએસને મળી હોવાનું જાણવા મળ્યું છે.

 



https://ift.tt/yG8cquN

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ