Gujarat Election 2022: ગુજરાત ઇલેક્શન માટે કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

અમદાવાદ,તા. 15 નવેમ્બર 2022, મંગળવાર 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની તારીખોના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. આપ, BJP કે કોંગ્રેસના ની બેઠકો પર ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ગયા છે. તો બીજી બાજુ ચૂંટણીને લઇને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરતાં પણ જોવા મળી રહ્યાં છે.  

ભાજપ, કોંગ્રેસ અને AAP  આ ત્રણેય પાર્ટીઓએ ચૂંટણી જીતવા માટે પોતાના રાજકીય બેઠકોનો દાવપેચ પણ શરૂ કરી દીધો છે. હવે કોગ્રેંસે વિધાનસભાની ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચાકોની યાદી જાહેર કરી દીધી છે. 

વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે સ્ટાર પ્રચાકોની યાદી કરી જાહેર 

આ યાદીમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ શક્તિસિંહ, જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી, અનંત પટેલને સ્થાન અપાયું છે. 

આ યાદી પ્રમાણે મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા,રાહુલ ગાંધી સહિત 40 નેતાઓનો સમાવેશ થાય છે. જ્યારે સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધી, દિગ્વિજયસિંહ, સચિન પાયલોટને સ્થાન અપાયું છે.

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Zih9DPQ https://ift.tt/Vbs0Otm

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ