સોશ્યલ મીડિયા કંપનીઓ કોઈ પણ પક્ષને જીતાડી શકે છે : રાહુલ ગાંધી


- એક વિચારધારા અને તેના નેતાઓ કોમી રમખાણોને રણનીતિનાં શસ્ત્ર તરીકે વાપરે છે : વિસંવાદિતા ફેલાવે છે

મુંબઇ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વપ્રમુખ અને વરિષ્ટ નેતા રાહુલ ગાંધીએ એકનાથ શિંદેનાં નેતૃત્વ નીચેની મહારાષ્ટ્ર સરકાર ઉપર ગઇકાલે (બુધવારે) તીવ્ર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે (મહારાષ્ટ્રમાં)ર કયો પક્ષ શાસન કરે છે તેની જ જનતાને સાચા અર્થમાં માહિતી નથી.

આ સાથે રાહુલે સોશ્યલ મીડિયા કંપનીઓ ઉપર પણ પ્રહારો કરતાં કહ્યું હતું કે તેઓ દ્વારા એક સુવ્યવસ્થિત પૂર્વગ્રહ ફેલાવવામાં આવે છે. કે જેને લીધે કોઈ પણ પક્ષ ચૂંટણી જીતી શકે છે.

પોતાની ભારત જોડો યાત્રા આજે સિતેરમા દિવસે મહારાષ્ટ્રનાં વિદર્ભ સ્થિત વાશિમ જિલ્લાનાં મેડશી ગામે પહોંચી ત્યારે એક સભાને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો ઇવીએમ પણ સલામત હોય છતાં સોશ્યલ મીડીયા ચૂંટણીઓને રીગ કરી શકે છે. (ધાર્યા વળાંક આપી શકે છે) તેઓ દ્વારા સુવ્યવસ્થિત પૂર્વગ્રહ ફેલાવવામાં આવી રહ્યો છે.

બુધવારે બપોરે કોંગ્રેસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ સભામાં પીઢ ગાંધીવાદી જી.જી.પરિખ અને સામાજિક કાર્યકર્તા મેઘા પાટકર સહિત કેટલાયે અગ્રણીઓ ઉપસ્થિત હતા.

આ સભામાં પોતાનાં વક્તવ્યમાં રાહુલ ગાંધીએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે કેટલીય વિચારધારાઓ દેશમાં કોમી અશાંતિ ફેલાવી રહી છે અને તે જ તેઓ વોટ તથા તેના નેતાઓ માટે તે ચૂંટણી શસ્ત્ર બની રહેલ છે. આજનું ભારત તો અત્યારે સમર્થ શહેરી ઉચ્ચોનાં મંતવ્યો પ્રમાણે જ ચાલે છે. તેને સાચી વિચારધારાથી જ તોડી શકાય તેમ છે.

મહારાષ્ટ્રનાં વિદર્ભ સ્થિત મેડશી ગામે જાહેર સભાને સંબોધતાં રાહુલે કહ્યું હતું કે અમારી યાત્રા તો દરેકને અમારી સાથે ચલાવવાની છે. તેવાં ધિક્કાર કે હિંસાને કોઈ સ્થાન નથી. અમે કોઇને પાછળ રાખતા નથી, તેને બદલે જેઓ પડી ગયા છે તેને ઉભા કરીએ છીએ.

મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે તેમણે કહ્યું હતું કે ત્યાં કયો પક્ષ સત્તા ઉપર છે તે જ સમજી શકાતું નથી. તો પછી મારે કોને સંબોધીને શું કહેવું તે મોટી ગડમથલ ઉભી કરે છે. (તે સર્વવિદિત છે કે ઉદ્ધવ ઠાકરેનાં નેતૃત્વ નીચેની સરકારમાં એક સમયે કોંગ્રેસ ભાગીદાર હતી. જ્યારે એકનાથ શિંદે સરકાર ભાજપનાં પીઠબળથી સત્તા સ્થાને છે. તેને કેન્દ્રની ભાજપનાં નેતૃત્વ નીચેની કેન્દ્ર સરકારનો પૂરો ટેકો પણ છે.



https://ift.tt/RF57Po1 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5SsHVaI

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ