મુંબઈ,તા.24 નવેમ્બર-2022, ગુરુવાર
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ખાસ પોસ્ટ શેર કરી ચાહકોને તેના નાની પરીની પ્રથમ ઝલક બતાવતા ચાહકો ખુશ થયા છે અને પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે. દીકરીનું નામ જણાવવાની સાથે આલિયા ભટ્ટે નામનો અર્થ પણ જણાવ્યો છે.
રણબીર-આલિયાની નાની રાજકુમારીનું નામ જાણવા લોકો આતુર હતા. જ્યારથી આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો ત્યારથી ચાહકો આ કપલની દીકરીના નામનો અંદાજ લગાવતા હતા, પરંતુ હવે રણબીર-આલિયાએ પોતાની દીકરીનું નામ જાહેર કર્યું છે.
આલિયા ભટ્ટે દીકરીનું નામ શું રાખ્યું?
આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં રણબીર-આલિયા રાજકુમારી સાથે જોવા મળે છે. ફોટામાં દંપતીની પુત્રીનું માત્ર માથું જ દેખાય છે. આમ તો ફોટો અસ્પષ્ટ છે, પરંતુ કપલની પુત્રીની પ્રથમ ઝલક જોયા બાદ ચાહકો ખુશ ખુશ થઈ ગયા છે. આ કપની પુત્રીનું નામ તેની દાદી એટલે કે નીતુ કપૂરે રાખ્યું છે.
રણબીર-આલિયાની પુત્રીના નામનો અર્થ શું છે?
આલિયા ભટ્ટે પોતાની દીકરીના નામનો અર્થ ફેન્સને જણાવી પોસ્ટમાં લખ્યું છે કે, રાહાનો અર્થ એક દૈવી માર્ગ છે. ઉપરાંત અભિનેત્રીએ પોતાની દીકરીના નામનો અર્થ પણ અલગ-અલગ ભાષાઓમાં સમજાવ્યા છે. આલિયાએ પોસ્ટમાં આગળ અર્થો સમદાવ્યા છે.
- સ્વાહિલીમાં જૉય
- સંસ્કૃતમાં વંશ વધારનાર
- બંગાળીમાં રેસ્ટ, કંફર્ટ, રિલીફ
- અરબીમાં શાંતિ (Peace)
- તેનો અર્થ હૈપ્પીનેસ, ફ્રીડમ અને સુખ આપનાર પણ થાય છે.
આલિયાએ લખ્યું, થૈંક્યૂ રાહા
આલિયાએ પોસ્ટમાં આગળ લખ્યું કે, રાહા તેના નામ જેવી જ છે. અમે જ્યારે તેને પ્રથમવાર ખોળામાં લીધી ત્યારે અમે આ બધા અર્થનો અહેસાસ કર્યો. આલિયા ભટ્ટે તેની લાઈફમાં આવવા બદલ તેની દીકરીનો આભાર માન્યો. આલિયાએ પોસ્ટમાં લખ્યું, થૈંક્યૂ રાહા, અમારા પરિવારમાં જીવન લાવવા બદલ... એવું લાગે છે કે અમારી જીંદગી હમણાં જ શરૂ થઈ છે.
https://ift.tt/JMPXswq from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nFrB7ko
0 ટિપ્પણીઓ