લોકોને ખબર જ નથી કે, આર્મી જવાનનાં પત્ની, અને સંતાનો ઘર-બેઠાં શું વિચારતાં હશે

- સાહિત્ય-આજતક ૨૦૨૨માં સૈનિકોનાં કુટુમ્બીઓએ લખેલાં પુસ્તકો રજૂ કરાયાં : લેખક-લેખિકાઓએ તેમની કથા તેમાં કરી છે

નવીદિલ્હી

૧૮મી નવેમ્બરથી અહીં શરૂ થયેલા    સાહિત્ય-આજતક ૨૦૨૨ મહાકુંભના આજના ત્રીજા દિવસે સૈનિકોનાં કુટુમ્બોના લેખકો-લેખિકાઓ, અને સહલેખકોએ ભાગ લીધો હતો.

આજના ત્રીજા દિવસની થીમ હતી. દાસ્તા-એ-ફૌજ તે દરમિયાન આર્મી ઓફિસરનાં પત્ની અને લેખિકા સ્વપ્નીલ પાંડે તથા પુત્રીઓ, દીક્ષા અને નેહાએ પણ ભાગ લીધો હતો.

સ્વપ્નીલ પાંડેએ કહ્યું કે લોકોને સોલ્જરનાં જીવન અંગે તો માહિતી હોય છે, પરંતુ અમારા અંગે એટલે કે પરિવારના જીવન વિશે કોઈ માહિતી હોતી નથી. શહીદ જવાનો માટે સ્પેશ્યલ વોર મેમોરિયલ બનાવાય છે. પરંતુ પછીય તેમનાં પરિવારો ઉપર શું વીતે છે તે જાણવાની કોઈને પડી નથી તેનો અંદાજ પણ લગાડતા નથી. આમ છતાં તે અધિકારીની પત્નીએ કહ્યું. દેશનાં સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાને માટે પરિવારો વિખાતા જશે.પરંતુ તે પરંપરા રોકાશે નહીં. પોતાનાં પુસ્તક 'ધી ફોર્સ બી હાઇન્ડ ધી ફોર્સીસ' અંગે બોલતાં સ્વપ્નીલે કહ્યું હતું કે આ પુસ્તક એક દુઃખ ભરી કથા છે તેમાં પ્યારી-પ્યારી ક્ષણો તો છે જ. પરંતુ તેનો અંત સુખદ નથી તેમ કહેતાં સ્વપ્નીલની આંખો સજળ બની રહી.

જવાનોનાં જીવન વિષે તેઓએ કહ્યું ભારતીય સેના દુનિયાની સર્વશ્રેષ્ઠ સેના છે. તેનું મોરલ હંમેશાં ઊંચું જ રહે છે. જવાનો માઈનસ ૪૨ ડિગ્રીમાં પણ ટકી રહે છે. કારણ તેમની સાથે તેમનાં પત્ની અને બાળકોની યાદ હોય છે. હું મારા પતિ આર્મી જવાનની 'બી હાઈન્ડ ધ ફોર્સ' છું. તેનો મને ગર્વ છે.

આ શહીદ પિતાની પુત્રીઓ દીક્ષા અને નેહા દ્વિવેદીએ પોતાનું હૃદય ઠાલવતાં કહ્યું હતું કે મારા પિતાની શહાદતની ઘણી વાતો દબાઈ ગઈ છે. કારગીલ વિજય દિવસે અમોને બોલાવવામાં પણ આવ્યાં ન હતા. પરંતુ મેં તે ઉપર પુસ્તક લખ્યા પછી બોલાવવામાં આવ્યાં, તેઓએ વધુમાં કહ્યું કે, એક પિતા દેશનાં રક્ષણનો ભાર ઉઠાવે છે. તેનાં સંતાનો રાત્રે શું વિચારે છે. નેહાએ કહ્યું કે જ્યારે કોઈ શહાદતની વાત આવે ત્યારે ડર લાગતો હતો કે તેમાં પિતાશ્રીનું તો નામ તો નહીં હોય, પરંતુ એક દિવસ તે પણ આવી ગયો. પોતાનાં પુસ્તક ''ધી-લોન-વૂલ્ફઃઅનટોલ્ડ સ્ટોરી'' અંગે વાત કરતાં નેહાએ કહ્યું પુસ્તક એક માધ્યમ છે. પરંતુ અમે સોશ્યલ મીડિયાનાં માધ્યમથી અમારી વાત લખીએ છીએ.



https://ift.tt/cvOTDKi from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XHNWgZu

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ