- સિહોરના ઘાંઘળી બસ સ્ટેન્ડ પાસેનો બનાવ
- ધોળા ગામે રહેતા કુટુંબીના ઘરે ગયા બાદ પરત આવી વેળાએ બનેલો બનાવ
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કુંભારવાડા, મહાલક્ષ્મી મીલની ચાલી પાસે રહેતા ખોડાભાઈ ભાણાભાઈ રેવરની ભત્રીજી પ્રિયંકાબેન અને તેમનો કુટુંબી રાજેશ દિનેશભાઈ મકવાણા ગઈકાલે બાઈક લઈ ધોળા ખાતે રહેતા તેમના કુટુંબીના ઘરે ગયા હતા. અહીંથી બન્ને યુવક-યુવતી ભાવનગર પરત આવી રહ્યા હતા. ત્યારે બાઈકના ઘાંઘળી ગામે બસ સ્ટેનઢડ નજીક ચાલક રાજેશ મકવાણાએ બેફિકરાઈ અને ગફલતભરી રીતે બાઈક હંકારતા પ્રિયંકાબેન નીચે પડી જતાં તેણીને માથા, હાથ-પગ અને દાઢીની ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ભાવનગરની બિમ્સ અને ત્યારબાદ સર ટી.હોસ્પિટલ ખસેડાતા ફરજપરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે ખોડાભાઈ રેવરે બાઈકના ચાલક રાજેશ મકવાણા (રહે, ભાવનગર) વિરૂધ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
https://ift.tt/MyJ53rK
0 ટિપ્પણીઓ