જ્ઞાનવાપી-શ્રૃંગારગૌરી કેસમાં શિવલિંગનું કાર્બન ડેટિંગ કરાવવાની અરજી વારાણસી જિલ્લા કોર્ટે માન્ય રાખી હતી. એ મુદ્દે ૨૯મીએ વધુ સુનાવણી થશે. આઠ સપ્તાહ સુધી જ્ઞાનવાપી કેસની સુનાવણી મુલતવી રાખવાની મુસ્લિમપક્ષની માગણી વારાણસી કોર્ટે ફગાવી દીધી હતી. અરજદાર મહિલાઓએ ફરીથી શ્રૃંગારગૌરીના પૂજાનો અધિકાર આપવા માગણી કરી હતી.
જ્ઞાનવાપી-શ્રૃંગારગૌરી કેસમાં શિવલિંગનું કાર્બન ડેટિંગ કરાવવાની અરજી પાંચ હિન્દુ મહિલાઓ વતી વકીલ વિષ્ણુ શંકર જૈને કરી હતી. વારાણસી જિલ્લા કોર્ટે એ અરજીને માન્ય રાખી હતી. એ બાબતે મુસ્લિમપક્ષને તેમનો પક્ષ રાખવા માટે એક સપ્તાહનો સમય અપાયો છે. એ કેસની આગામી સુનાવણી ૨૯મી સપ્ટેમ્બરે થશે.
મુસ્લિમપક્ષ વતી આ કેસની સુનાવણી આગામી આઠ સપ્તાહ સુધી મુલતવી રાખવાની માગણી કરાઈ હતી. કોર્ટે એ અરજી ફગાવી દીધી હતી અને સુનાવણી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. શિવલિંગનું કાર્બન ડેટિંગ એટલે કે એનો પુરાવો કેટલો જૂનો છે તેનું વૈજ્ઞાાનિક પરીક્ષણ કરવાની પાંચ હિન્દુ મહિલાઓની માગણીને સ્વીકારવાની સાથે સાથે મુસ્લિમપક્ષને એની સામે કોઈ વાંધો હોય તો તેને પણ ૨૯મી સાંભળવામાં આવશે. દરમિયાન પાંચ મહિલાઓએ ફરીથી જ્ઞાાનવાપી-શ્રૃંગારગૌરી કેસમાં એ પરિસરમાં શ્રૃંગારગૌરીની પૂજા કરવાનો અધિકાર આપવાની માગણી ફરીથી કોર્ટ સમક્ષ કરી હતી. એ ઉપરાંત શ્રીગણેશ-હનુમાનજી અને નંદીની પૂજા કરવાનો પણ અધિકાર મેળવવાની અરજી થઈ હતી. ૧૯૯૧ પહેલાં એ સ્થળે પૂજા થતી હતી અને પછી રેલિંગ લગાવીને પૂજાવિધિ બંધ કરાઈ હતી એટલે ફરીથી તે ચાલુ કરવાની માગણી અરજીમાં કરવામાં આવી હતી. એમાં કહેવાયું હતું કે ભગવાન શંકરની સાથે સાથે ગણેશ-હનુમાન-નંદી બિરાજમાન હોય છે, એ પરંપરા છે. તેથી તેમની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરી માન્ય રાખીને પૂજાવિધિ કરવી જરૂરી છે.
https://ift.tt/I8nk3Gi from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YrJCFwn
0 ટિપ્પણીઓ