- તાલુકા વિકાસ અધિકારી અને વહીવટદાર કોઈનું સાંભળતા ના હોય તેવો અરજદાર દ્વારા આક્ષેપ
સતલાણા, તા. 20 ઓગષ્ટ 2022, શનિવાર
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે ભર ચોમાસે પણ પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે. તાલુકા વિકાસ અધિકારી અને વહીવટદાર કોઈનું સાંભળતા ના હોય તેવો અરજદાર મોદી પ્રકાશભાઈ હીરાલાલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
અરજદાર છેલ્લાં એક વર્ષથી પરેશાન વહીવટદાર દ્વારા કોઈ પણ જાતની 4 વ્યવસ્થા કરવામાં ન આવતા તાલુકા પંચાયત કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવા માટે અરજી આપી સતલાસણા તાલુકાના સુદાસણા ગામે ભર ચોમાસે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે ગામનાં અરજદાર મોદી પ્રકાશભાઈ હીરાલાલ છેલ્લાં એક વર્ષથી ગ્રામ પંચાયત સુદાસણાનાં તે વખતના સરપંચ અને હાલ મુદત પૂરી થતાં વહીવટદારને પીવાના પાણી માટે વારંવાર રજુઆત કરવા છતાં તા 16-8-2022 સુધી કોઈ પણ જાતની વ્યવસ્થા ન કરાતા તા. 17-8-2022નાં રોજ તાલુકા પંચાયત કચેરી સતલાસણાના તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી પીવા માટે પાણીની વ્યવસ્થા ન થતી હોય પરિવાર સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે અને જો ગ્રામ પંચાયત વેરા વસુલાત કરવામાં અગ્રેસર હોય અને પ્રાથમિક જરૂરિયાત પુરી ન કરતી હોય લોકશાહીમાં મળેલ માનવાધિકારનું હનન કરી રહી છે તો સત્વરે આ પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આ પીડિત પરિવાર આમરણાંત ઉપવાસ પર બેસશે તો તેની જવાબદારી લાગતાં વળગતા અધિકારીઓની રહેશે.
https://ift.tt/1Uard8Y
0 ટિપ્પણીઓ