રાજસ્થાનમાં ભીષણ માર્ગ અકસ્માત, 6 શ્રદ્ધાળુઓના મોત


- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું

જયપુર, તા. 20 ઓગષ્ટ 2022, શનિવાર

રાજસ્થાનના પાલી જિલ્લામાં શુક્રવારે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થઈ ગયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ જાણકારી પોલીસે આપી છે. સુમેરપુરના પોલીસ સ્ટેશનના પ્રભારી રામેશ્વર ભાટીએ જણાવ્યું કે, એક ટ્રેક્ટર ટ્રોલી અને ટ્રેલર વચ્ચે ટક્કર થઈ હતી. તેમણે કહ્યું કે, ટ્રેક્ટર ટ્રોલીમાં શ્રદ્ધાળુઓ સવાર હતા જેઓ રામદેવરાથી પાલી પરત ફરી રહ્યા હતા. 

રામેશ્વર ભાટીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં 6 લોકોના મોત થઈ ગયા છે અને 20થી વધુ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે, ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન કાર્યાલયે એક ટ્વીટમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. 

વડાપ્રધાને કહ્યું કે, રાજસ્થાનના પાલીમાં થયેલો અકસ્માત દુ:ખદ છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.



https://ift.tt/uKO3r9s from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gp4nhs1

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ