- લમ્પી વાયરસનો તરખાટ યથાવત, પશુપાલકોમાં કચવાટ
- લમ્પીના કુલ 2822 કેસ, 274 પશુના મોત : 328 ગામમાં લમ્પીના કેસ નોંધાયા : 2,27,967 પશુને રસીકરણ કરાયુ
ભાવનગર જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં લમ્પી વાયરસના વધુ ર૪૬ કેસ નોંધાયા છે અને ૧૯ પશુના મોત નિપજયા હતાં. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ ર૮રર કેસ નોંધાયા છે અને કુલ ર૭૪ પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર, ઉમરાળા, પાલિતાણા, સિહોર, વલ્લભીપુર, ઘોઘા, તળાજા સહિતના ૧૦ તાલુકામાં લમ્પી વાયરસના કેસ નોંધાતા પશુપાલકોમાં નારાજગી વધી રહી છે. ૧૦ તાલુકામાં ૩ર૮ ગામ અસરગ્રસ્ત છે. ગાય-બળદ સિવાય અન્ય પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયા નથી. ગાય-બળદને શરૂઆતમાં તાવ આવે છે અને ત્યારબાદ ફોડકા થાય છે જે લમ્પી વાયરસના લક્ષણો છે. અત્યાર સુધીમાં કુલ ર,ર૭,૯૬૭ ગાય-બળદનુ રસીકરણ કરવામાં આવ્યુ છે તેમ પશુપાલન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે.
લમ્પી વાયરસને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા ઘણા દિવસથી રસીકરણ કરવામાં આવી રહ્યુ છે પરંતુ તેમ છતા લમ્પીના કેસ અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે તેથી પશુપાલકોમાં કચવાટ ફેલાયો છે. રસીકરણ બાદ લમ્પીના કેસ અને મૃત્યુઆંક ઘટવા જોઈએ પરંતુ તેવુ હજુ સુધી જોવા મળતુ નથી તેથી પશુપાલકોની ચિંતા વધી છે. લમ્પીનો તરખાટ યથાવત છે ત્યારે તંત્રએ પરિણામલક્ષી પગલા લેવા જરૂરી છે.
https://ift.tt/2VqGvz6
0 ટિપ્પણીઓ