ભારતમાં મંકીપોક્સના પ્રથમ દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી



ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો હતો. કેરળના ૩૫ વર્ષના યુવાનના શરીરમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા. વિદેશથી ભારત આવેલા આ યુવાનને હવે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. થિરૃવનંતપુરમ્ની સરકારી મેડિકલ કોલેજમાં તેની સારવાર ચાલતી હતી.

નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીના નિર્દેશ પ્રમાણે ૭૨ કલાકમાં બે વખત તેનું પરીક્ષણ થયું હતું. બંને રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને રજા આપવામાં આવી હતી. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે દર્દીની શારીરિક માનસિક સ્થિતિ હવે એકદમ સ્વસ્થ છે.

તમામ ચેકઅપ પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવાનો નિર્ણય લેવાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સથી સંક્રમિત ચાર દર્દી નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે વિશ્વમાં અત્યારે મંકીપોક્સના ૨૦ હજાર કરતાં વધુ કેસ દર્જ થઈ ચૂક્યા છે.



https://ift.tt/rkhXFcM from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/haHOwV7

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ