ગોલ્ડ મેડલાલિસ્ટ નિખત ઝરીનની પ્રેરણા છે તેના પિતા, રૂઢીચુસ્ત વિચાર સરણીનો પડકાર ઝીલીને પુત્રીને બોક્સર બનાવી

નવી દિલ્હી,તા.20 મે 2022,શુક્રવાર

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 52 કિલો કેટેગરીમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર નિખત ઝરીનની સફળતા પાછળ તેના પિતાનુ બહુ મોટુ યોગદાન છે.

મેરી કોમથી પ્રભાવિત થઈને બોક્સિંગને પસંદ કરનાર નિખતના પિતાએ સમાજની રૂઢીચુસ્ત વિચારસરણી સામે લડાઈ લડીને પણ નિખતને બોક્સિંગ કરવા માટે પ્રેરણા આપી હતી.

નિખતના પિતા જમીલ પોતે પૂર્વ ફૂટબોલ પ્લેયર અને ક્રિકેટ રહી ચુકયા છે. તેમણે કહ્યુ હતુ કે, નિખતની સફળતા મુસ્લિમ યુવતીઓ માટે પ્રેરણાદાયક છે. શરૂઆતના સમયમાં સમાજના લોકો દીકરીઓને સ્પોર્ટસમાં મોકલવા નહોતા માંગતા. કારણકે તેઓ કહેતા હતા કે, યુવતીઓને સ્પોર્ટસમાં ટુંકા કપડા પહેરવા પડે છે અને તે યોગ્ય નથી.

જમીલે કહ્યુ હતુ કે, વર્લ્ડ ચેમ્પિયન શિપમાં ગોલ્ડ મેડલની સફળતા દેશની મુસ્લિમ યુવતીઓની સાથે સાથે તમામ યુવતીઓને આ પ્રકારની સફળતા મેળવવા માટે પ્રેરણા આપે છે. છોકરો હોય કે છોકરી પણ તમામે પોતાની કેડી જાતે કંડારવી પડે છે. નિખતે પણ આવુ જ કર્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, મેં 15 વર્ષ સુધી સાઉદીમાં સેલ્સ આસિસટન્ટ તરીકે કામ કર્યુ હતુ. એ પછી મેં ભારત આવીને દીકરીઓને સપોર્ટ કરવાનુ નક્કી કર્યુ હતુ. નિખતની બે મોટી બહેનો ડોકટર છે અને તેની નાની બેન બેડમિન્ટન પ્લેયર છે. નિખતે જ્યારે બોક્સર બનવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે મારા મનમાં કોઈ ખચકાટ નહોતો પણ મારા સબંધીઓ ક્યારેક કહેતા હતા કે, જેમાં ટુંકા કપડા પહેરવા પડે તે રમત છોકરીઓએ રમવી જોઈએ નહીં. જોકે અમે આ વાત પર બહુ ધ્યાન આપ્યુ નહોતુ.



https://ift.tt/TDwz0Xo from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/s5F9ZIh

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ