- સમિતિના ચાર હજાર જેટલા શિક્ષકો વિરોધ પ્રદર્શનમાં જોડાયાનો મહાનગર પ્રાથમિક શિક્ષણ સંઘનો દાવો
સુરત,તા.1 એપ્રિલ 2022,શુક્રવાર
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા જુની પેન્સન યોજનાની માગણી કરવામાં આવી રહી છે. આ માગણીના અનુસંધાને આજે શિક્ષણ સંઘ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને બ્લેક ડે મનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને સુરતમાં મોટો પ્રતિસાદ મળ્યો છે.
છેલ્લા ઘણા સમયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો જુની પેન્સન યોજના સહિત અનેક પડતર પ્રશ્નોની માગણી કરી રહ્યાં છે. સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતા પણ શિક્ષકોની આ માગણી નો નિકાલ કરવામાં આવતો નથી. જેના કારણે શિક્ષણ સમિતિના મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજના દિવસે કાળી પટ્ટી ધારણ કરીને કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં જુની પેન્સન યોજના લાગુ છે તેથી ગુજરાતમાં લાગુ કરવાની માગણી સાથે શિક્ષકોએ આજે શૈક્ષણિક કાર્ય ન બગડે તે રીતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપરાંત માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા ગુજરાત ભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
આ અંગે સુરત મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચાર હજાર કરતાં વધુ શિક્ષકો કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપરાંત મહાનગર પાલિકાના વિવિધ યુનિયનો પણ જોડાયા હતા અને તેઓએ પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો.
https://ift.tt/Z8euEgV from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Yh8GHPm
0 ટિપ્પણીઓ