WhatsApp Upcoming Feature: વૉટ્સએપમાં હંમેશા કંપની પોતાના યૂઝર્સના એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે નવા નવા ફિચર્સ જોડતુ રહે છે. એક રિપોર્ટ પ્રમાણે, વૉટ્સએપ એક ગ્લૉબલ વૉઇસ નૉટ પ્લેયર પર કામ કરી રહ્યું હતુ, જે યૂઝર્સને ચેટ છોડ્યા બાદ પણ વૉઇસ મેસેજ ચલાવવાની અનુમતિ આપશે. આ ફિચર હવે કેટલાક યૂઝર્સ માટે રૉલઆઉટ કરવાનુ શરૂ કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર ગ્લૉબલ વૉઇસ નૉટ પ્લેયર આઇઓએસ માટે વૉટ્સએપ બીટા પર ઉપલબ્ધ છે.
અત્યારે, જો કોઇ યૂઝર્સ વિશેષ ચેટને છોડ દે છે અને ચેટ લિસ્ટમાં પાછો આવી જાય છે, કે કોઇ બીજી ચેટ ખોલે છે, તો વૉઇસ મેસેજ બંધ થઇ જાય છે. નવા ફિચરની સાથે, વૉઇસ મેસેજ બેકગ્રાઉન્ડમાં ચાલતો રહેશે. આ ધ્યાન આપવુ જોઇએ કે ગ્લૉબલ વૉઇસ નૉટ પ્લેયર ફિચર અધિકારિક નામ નથી. વૉટ્સએપે હજુ આની પુષ્ટી નથી કરી.
રિપોર્ટ્સ અનુસાર, આ ફિચર હાલ કેટલાક આઇઓએસ બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે. જેમાં વૉટ્સએપ બિઝનેસ બીટા પણ સામેલ છે. આઇઓએસ 22.1.72 માટે વૉટ્સએપ મેસેન્જર બીટા અને આઇઓએસ 22.1.72 માટે વૉટ્સએપ બિઝનેસ બીટાને નવા ફિચર માટે અપડેટ તરીકે ચિન્હિન કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં તમામ લોકો માટે આના રૉલઆઉટની આશા છે. Android યૂઝર્સ માટે, આ ફિચર હજુ પણ ડેવલપમેન્ટ ફેઝમાં છે અને રિલીઝની તારીખ વિશે હજુ કંઇજ ખબર નથી.
આ બધાની વચ્ચે, વૉટ્સએપ કથિત રીતે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે આ વર્ષનુ પહેલુ બીટા અપડેટ રૉલઆઉટ કરવાનુ શરૂ કરી દીધુ છે. એક રિપોર્ટ અનુસાર, નવુ બીટા અપડેટ એક એવા ફિચર વિશે છુપાયેલા સંદર્ભોની સાથે આવે છે, જે યૂઝર્સનો કૉમ્યુનિટી બનાવવાની પરમીશન આપશે. જાહેર કરવામાં આવેલા સ્ક્રીનશૉટ અનુસાર, કૉમ્યુનિટીનુ એક નામ અને ડિટેલ હોય છે, જેમ કે એક ગૃપ પર જોઇ શકાય છે. નામ અને ડિટેલ નોંધ્યા બાદ, યૂઝર્સને એક નવુ ગૃપ બનાવવા કે 10 ગૃપ સુધી લિન્ક કરવાનો ઓપ્શન મળશે.
આ પણ વાંચો........
0 ટિપ્પણીઓ