પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ

 



નવી દિલ્હીઃ પબજી ગેમના નામે એક મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. ફરી એકવાર પબજીથી લાખો રૂપિયાની હેરાફેરી થવાની ઘટના ઘટી છે. આ વખતે ચંડીગઢના પીપલી વાળા ટાઉનમાં દવાના વેપારીના દીકરાએ પબજીમાં 17 લાખ રૂપિયા ગુમાવ્યા છે. દવાના વેપારીના દીકરાએ પબજી, ફ્રી ફાયર અને કાર રેસિંગ ગેમમાં 17 લાખ રૂપિયા ગુમાવી દીધા છે. આ રકમ તેને તેના ઘરમાંથી ચોરી હતી. આ વાતથી બેખબર પિતાએ થોડાક દિવસો પહેલા જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ કેસમાં તેના પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આમાં બે આરોપીઓ ઉપરાંત તેનો પિતરાઇ ભાઇ પણ સામેલ છે. 

દવાના વેપારીની દીકરાએ રકમ ચોરીને દોસ્તો સાથે ત્રણ આઇફોન, કપડાં અને જુતા પણ ખરીદ્યા હાત. એટલુ જ નહીં તેના હવાઇ યાત્રા પણ કરી હતી. ધરપકડ કરાયેલામાં એકની ઓળખ 27 વર્ષીય સૂરજ તરીકે થઇ છે. ત્રણેય નાબાલિગ આરોપીઓને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. જોકે સૂરજને રવિવારે ડ્યૂટી મેજિસ્ટ્રેટની સામે હાજર કરીને પોલીસ રિમાન્ડ માંગવાની કોશિશ કરશે. પોલીસે 10 લાખ 22 હજાર 500 રૂપિયા અને ત્રણ આઇફોન જપ્ત કરી લીધા છે. આરોપી સૂરજ 12મુ ધોરણ ભણીને પ્રાઇવેટ ડેટા એન્ટ્રી ઓપરેટર છે, આરોપ છે કે, તે નાબાલિગ યુવાઓને ઓનલાઇન ગેમ ખરીદવા માટે ઉકસાવતો છે.

12 જાન્યુઆરીએ દવા વેપારી હુકમ ચંદે ચોરીનો કેસ નોંધાવ્યો હતો. કેસનો ખુલાસો થયા બાદ આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 420 છેતરપિંડ  અને 120બી કાવતરુ રચવાનુ પણ જોડી દેવામાં આવી છે. ફરિયાદકર્તાએ પોલીસને બતાવ્યુ કે, ઘરની અંદર બેડમાં 19 લાખ રૂપિયા રાખ્યા હતા. તેમાંથી 17 લાખ રૂપિયા ચોરી થઇ ગયા છે. જે પછી એસએસપી કુલદીપ ચહલના નિર્દેશાનુસાર ડીએસપી એસપીએસ સોંધીના સુપરવિઝનમાં એસએચઓ નીરજ સરના સહિત એક ગઠીત ટીમે આરોપીઓનો પર્દાફાશ કર્યો છે. 

આ પણ વાંચો.........

પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ

દમણમાં હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો

છેલ્લા ત્રણ વર્ષથી ડેટ કરનારુ ટીવીનુ આ સ્ટાર કપલ આગામી મહિને બંધાશે લગ્ન ગ્રંથીથી, જાણો કોણ છે.......

આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે

 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ