વડોદરાઃ છોટાઉદેપુર પોલીસને ચકમો આપી દારૃ ભરેલી કાર છોડીને ફરાર થઇ ગયેલા વોન્ટેડ આરોપીને વડોદરા પોલીસે ઝડપી પાડયો છે.
છોટાઉદેપુરની એલસીબીની ટીમે ગઇ તા.૨૩મી જાન્યુઆરીએ રાયસિંગપુરા ખાતે એક કારને આંતરી હતી.પરંતુ કારચાલક કાર છોડીને ભાગવામાં સફળ રહ્યો હતો.જેથી પોલીસે રૃ.૨.૬૫ લાખની કિંમતના દારૃ અને કાર સાથે કુલ રૃ.પાંચ લાખ ઉપરાંતની મત્તા કબજે કરી હતી.
ઉપરોક્ત ગુનાનો આરોપી કિરણ નવલ સિંગ રાઠવા(મોટી સઢલી,છોટાઉદેપુર હાલ રહે.તરસાલી,વડોદરા)ને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસને સોંપવા તજવીજ કરી છે.કિરણ સામે અગાઉ પણ કારમાં દારૃની હેરાફેરી કરવાના ચાર કેસ નોંધાયા હતા.
https://ift.tt/YdQkUE5
0 ટિપ્પણીઓ