વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લાના ૧૧ મૂલ્યાંકન કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ની ત્રણ લાખ જેટલી ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી હવે પૂર્ણતાના આરે છે.
સૂત્રોનાકહેવા પ્રમાણે ધો.૧૨ સાયન્સની ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂરી થઈ ગઈ છે.વડોદરામાં ધો.૧૨ના સામાન્ય પ્રવાહની એકાઉન્ટ, સ્ટેટેસ્ટિક, અંગ્રેજી વિષયની ઉત્તરવહીઓ તપાસવા માટે મોકલાઈ હતી.આ વિષયોની પણ ૯૦ ટકા જેટલી ઉત્તરવહીઓ તપાસવાનુ કામ પૂરુ થઈ ગયુ છે.બાકીની ઉત્તરવહીઓનુ મૂલ્યાંકન પણ બે દિવસમાં પુરુ થઈ જશે.
ધો.૧૦ના અંગ્રેજી માધ્યમના મોટા ભાગના વિષયોની ઉત્તરવહીઓ વડોદરાના કેન્દ્રો પર ચેક થઈ રહી છે.ધો.૧૦ની પણ ૨૦ ટકા જેટલી જ ઉત્તરવહીઓ તપાસવાની બાકી છે.આમ વડોદરાના કેન્દ્રો પર હવે મૂલ્યાંકનનુ કામ લગભગ પૂર્ણ થવાના આરે છે.
૧ એપ્રિલથી ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી શરુ થઈ હતી અને દસ દિવસની અંદર શિક્ષકોએ મોટાભાગની ઉત્તરવહીઓ તપાસી નાંખી છે.તેમાં પણ અંગ્રેજી માધ્યમના ૫૦ ટકા જેટલા શિક્ષકો ઉત્તરવહી તપાસવામાં ગેરહાજર હોવાનુ સામે આવ્યુ હતુ.આમ છતા ગણતરીના દિવસોમાં શિક્ષકોએ ઉત્તરવહીઓ તપાસી નાંખી છે.
બોર્ડ દ્વારા આ વર્ષે ઉત્તરવહી તપાસવાની કામગીરી પરીક્ષા પૂરી થયા બાદ શરુ કરવાનો નિર્ણય લેવાયો હતો.જો પરીક્ષા શરુ થયાના બે ત્રણ દિવસમાં ઉત્તરવહીઓ તપાસવાનુ શરુ કરાયુ હોત તો વડોદરાના કેન્દ્રો પર ચકાસણીની કામગીરી ક્યારની પૂરી થઈ ગઈ હોત.
https://ift.tt/vW3qS29
0 ટિપ્પણીઓ