જામનગર પોલીસે દબોચી લીધો
જામનગર લાવી પૂછપરછ હાથ ધરાઈ
જામનગર: જામનગરની એક ખાનગી શાળામાં આજથી ચાર વર્ષ પહેલાં એક વિદ્યાર્થીની પર અનેક વખત દુષ્કર્મ ગુજારવા અંગે સીટી બી. ડિવિઝન પોલીસે શાળાનાજ પૂર્વ આચાર્ય સામે દુષ્કર્મ અંગેનો ગુનો નોંધ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે તપાસનો દોર વડોદરા સુધી લંબાવી પૂર્વ પ્રિન્સિપાલ ની ઝડપી લીધો છે, અને જામનગર લઈ આવી વધુ પૂછપરછ હાથ ઘરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે હાલ પુખ્ત વયની થઈ છે. પરંતુ આજથી ૪ વર્ષ પહેલા તેણી સગીર વયની હતી. તે વખતે વિદ્યાર્થીની ઉપર શાળાના પૂર્વ આચાર્ય મનીશ બુચ કે જેણે શાળામાંજ એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.
તાજેતરમાં જ જે મામલો સામે આવ્યો હતો, અને જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જે તે વખતની ભોગ બનનાર સગીરા ની ફરિયાદના અનુસંધાને ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ આરોપી પૂર્વ પ્રિન્સિપાલ મનીષ બુચ જે ભાગી છૂટયો હતો, અને પોલીસ તેને શોધી રહી હતી.
દરમિયાન ગઈકાલે આરોપી મનીષ બુચ વડોદરામાં સંતાયો છે, તેવી બાતમીના આધારે જામનગરની સીટી બી. ડિવિઝનની પોલીસ ટુકડી વડોદરા પહોંચી ગઈ હતી, અને સ્થાનિક પોલીસની મદદથી આરોપી ને ઝડપી લીધો છે. અને તેને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ હાથ ઘરી છે.
https://ift.tt/XlieyjJ
0 ટિપ્પણીઓ