કોરોના સામે સાવચેતીના પગલા રૂપે સુરતની હોસ્પિટલમાં બે દિવસ પાલિકાનું મોક ડ્રીલ


- સુરત સહિત ગુજરાતમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે

- પહેલા દિવસે સુરત પાલિકા સંચાલિત સ્મીમેર, 6 આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ સહિત 59 હોસ્પિટલનું નિરીક્ષણ કરાયું 

સુરત,તા.10 એપ્રિલ 2023,સોમવાર

સુરત સહિત ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે કોરોનાના દર્દીઓ વધવા સાથે પાલિકા તંત્રએ પણ તકેદારી વધારવાનું શરૂ કર્યું છે. કોરોના સામે સાવચેતીના પગલાં રૂપે આજથી સુરત મહાનગરપાલિકાએ બે દિવસનું શહેરની હોસ્પિટલમાં મોક ડ્રીલ હાથ ધર્યું છે. જેમાં પહેલા દિવસે બપોર સુધીમાં સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ, 6 આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ સહિત 59 હોસ્પિટલની વિઝિટ સુરત પાલિકાએ કરી છે. 

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે સવારથી જ શહેરની સિવિલ-સ્મીમેર સહિતની ખાનગી હોસ્પિટલમાં ઓપીડી થી માંડીને વોર્ડ-આઈસીયુમાં ઉપલબ્ધ બેડ અને સુવિધાઓ સાથે વેન્ટિલેટર અને ઓક્સિજન પ્લાન્ટનું ચેકીંગ હાથ ધર્યું હતું. આ ઉપરાંત હાલમાં કોરોનાના દર્દીઓ વધી જાય તો હોસ્પિટલની સુવિધા ચકાસણી પણ કરી હતી.

આજથી બે દિવસ સુધી ચાલનારા આ મોકડ્રીલ દરમિયાન આજે હોસ્પિટલમાં વોર્ડ અને આઈસીયુ વોર્ડમાં સુવિધાઓથી માંડીને વેન્ટીલેટરની ઉપલબ્ધતા અંગે પણ ખાસ ચકાસણી કરવામાં આવી હતી. આ સિવાય શહેરમાં હાલમાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સ અંગેની પણ જાણકારી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત આ હોસ્પિટલમાં ઓક્સિજન અને પીએસએ પ્લાન્ટના ઓડિટની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.



https://ift.tt/nvu6Gh0

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ