નડિયાદ વોર્ડ નંબર-6 સુલતાન પાર્ક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ


- બિસ્માર રસ્તા અને બંધ સ્ટ્રીટલાઇટોથી લોકો પરેશાન

- પાલિકામાં વારંવારની રજૂઆતો છતાંય આજદીન સુધી કોઇ ધ્યાન અપાયું નથી

નડિયાદ : નડિયાદ વોર્ડ નંબર છ માં સુલતાન પાર્ક સોસાયટી વિસ્તારમાં બિસ્માર રસ્તા, ગંદકી અને બંધ સ્ટ્રીટ લાઇટ જેવા પ્રશ્નોથી સ્થાનિક રહીશો ભારે રોષે ભરાયા છે. પ્રાથમિક સુવિધા મેળવવા સ્થાનિક રહીશોએ પાલિકામાં આંદોલન કરવાની ચીમકી આપી છે.

નડિયાદ શહેરના વોર્ડ નંબર ૬ મરીડા રોડ પર  અલ મદીના, સુલતાન પાર્ક જેવી સંખ્યાબંધ સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તારમાં ઉબડખાબડ રસ્તા, ગંદકી કચરાના ઢગલાથી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રસ્તા પર ઠેર ઠેર ભયજનક ખાડા પડી ગયા હોઇ રીક્ષા તેમજ એમ્બ્યુલન્સ જેવા વાહનો જઇ ન શકે તેવી ગંભીર સ્થિતિ જોવા મળે છે. 

આ ઉપરાંત અલ મદીના તેમજ સુલતાન પાર્ક સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોઈ તસ્કરો અસામાજિક તત્વોને મોકલું મેદાન મળ્યું છે. આ અંગે અવારનવાર સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં પાકા રસ્તા, આરસીસી રોડ, સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધા આપવામાં પાલિકા તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. પાલિકાના ચૂંટાયેલ સભ્ય આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ પુરવાર થયાનો રોસે ભરાયેલા સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે.

 જ્યારે આ અંગે વોર્ડ છ ના સભ્ય માજીદખાન પઠાણનો સંપર્ક કરતા તેઓએ વોર્ડ નંબર છ વિસ્તારના રસ્તા, મલેશ્વર તળાવ સહિતના પ્રશ્નો અંગે દરેક નગરપાલિકાની સભામાં લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર છ માં રસ્તાના સમારકામ, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા આપવામાં પાલિકા કોઈ ઘ્યાન આપતું ન હોવાનું જણાવ્યું છે.



https://ift.tt/QwbA843

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ