કિરણ પટેલ સામે ક્રાઈમ બ્રાંચ એક્શન મોડમાં, બેંક એકાઉન્ટ સહિતના દસ્તાવેજોની તપાસ હાથ ધરી



અમદાવાદઃ મહાઠગ કિરણ પટેલને ક્રાઈમ બ્રાંચ જમ્મુ કાશ્મીરથી અમદાવાદ લઈ આવી છે અને કોર્ટે તેના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. ત્યારે કિરણ પટેલના ઘરે ક્રાઈમ બ્રાંચે આજે ફરીથી તપાસ કરી હતી. ઘોડાસરના પ્રેસ્ટિજ બંગ્લોઝમાં ક્રાઈમ બ્રાંચની ટીમે ચાર કલાક સુધી આખા ઘરની જડતી લીધી હતી. જેમાં કેટલાક બેંક એકાઉન્ટ અને અન્ય દસ્તાવેજી પુરાવા પોલીસના હાથે લાગ્યાં છે. 

મોબાઈલ ફોનના ડેટાના આધારે તપાસ શરૂ
આ ઉપરાંત તેના કઈ બેંકમાં કેટલા એકાઉન્ટ છે તેની પણ ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી છે. તેમજ તેના મોબાઈલ ફોનના ડેટાના આધારે પોલીસે કરેલી તપાસમાં કેટલાક મોટા માથાના પણ નામો ખુલ્યાં છે. જેમાં સૌથી વધારે રાજકીય લોકોના સંપર્કો નીકળ્યા હતાં અને તેમના પણ કાળા ચીઠ્ઠા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓના હાથમાં આવ્યાં છે. સીએમ ઓફિસના પીઆરઓ હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાના કારનામા ખુલ્યા બાદ અનેક પોલીસ અધિકારીઓ, રાજકારણીઓના કારનામા નજીકના સમયમાં પોલીસ ખોલે તેવી શક્યતાઓ છે. 

કિરણ પટેલના બેંક એકાઉન્ટની તપાસ કરી
પોલીસે સૌથી પહેલા કિરણ પટેલના બેંક એકાઉન્ટની તપાસ કરી હતી. જેમાં 3 એકાઉન્ટ મળી આવ્યા છે. તે ત્રણેય એકાઉન્ટનું સ્ટેટમેન્ટ સહિતની માહિતી મેળવવા ક્રાઈમ બ્રાંચની ટીમ ત્રણેય બેંકમાં જશે. આ ઉપરાંત કિરણ પટેલની ડિગ્રી, પૈસા, દાગીના તેમજ અન્ય રોકાણની માહિતી જાણવા માટે તેના ઘરની તિજોરી તેમજ બેંક લોકર પણ ચેક કરવામાં આવશે. જ્યારે જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવાના ષડયંત્રમાં કિરણ પટેલ જોડે તેની પત્ની માલિની પણ સહ આરોપી હતી. જેની થોડા દિવસ પહેલા જ ક્રાઇમ બ્રાંચ ધરપકડ કરી હતી. પોલીસે માલિનીના નિવેદન લીધા હતા અને જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવા તેણે અને કિરણે કયા કયા નકલી ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરાવ્યા હતા તેની માહિતી એકત્રિત કરી હતી.




https://ift.tt/Yw8de5g

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ