ગુજરાતમાં માવઠાની અસર શરૂ,અંબાજી,છત્રાલ અને અમદાવાદ મહેસાણા હાઈવે પર વરસાદ



અમદાવાદ, 3 માર્ચ 2023 શુક્રવાર

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. આગાહીને પગલે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. યાત્રાધામ અંબાજીમાં બપોરે વરસાદ થયો હતો. ત્યાર બાદ  છત્રાલમાં પણ ભારે વરસાદ થયો છે. તે ઉપરાંત અમદાવાદ-મહેસાણા હાઈવે પર પણ વરસાદ પડ્યો હતો. 

ઉનાળાની શરૂઆતમાં જ માવઠાની અસરથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પેદા થયો છે. હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે આજે બપોરે અંબાજીમાં પણ ધીમી ધારે  વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આકરી ગરમી વચ્ચે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યના દક્ષિણ-પૂર્વ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

આગામી દિવસોમાં ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં વધારો થશે.રાજ્યમાં આજથી અઠવાડિયાના અંત સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે અને તેની વચ્ચે વરસાદ થવાથી રોગચાળો પણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.



https://ift.tt/2umtCRx

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ