Image - Wikipedia |
ઈસ્લામાબાદ, તા.3 ફેબ્રુઆરી-2023, શુક્રવાર
પાકિસ્તાન પાસે ડિફોલ્ટ થવાથી બચવા માત્ર એક જ રસ્તો છે અને તે છે અંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF) પાસેથી મદદ... પાકિસ્તાન IMF પાસેથી બેલઆઉટ પેકેજ વાત કરી રહ્યું છે, જોકે IMFની કડક શરતોએ પાકિસ્તાનની હાલત ખરાબ કરી દીધી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે શુક્રવારે કહ્યું કે, IMFની શરતો પૂરી કરવા માટે પાકિસ્તાન જે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે, તે કલ્પના કરી શકાય તેમ નથી. તેમણે કહ્યું કે, હાલના સમયમાં દેશના નાણાંમંત્રી ઈશાન ડાર અને તેમની ટીમ જે મુશ્કેલોનો સામનો કરી રહ્યા છે, તે વિશે કોઈ વિચારી પણ શકતું નથી.
IMFની ટીમ પાકિસ્તાનમાં, લોન માટે બેઠકો શરૂ
આ અઠવાડિયે IMFની ટીમ પાકિસ્તાન પહોંચી હતી. આ ટીમ પાકિસ્તાનને 7 અબજ ડૉલરના લોન પ્રોગ્રામમાં સામેલ કરવા માટે 9મી સમીક્ષા બેઠક કરી રહી છે. IMFની ટીમ 9મી ફેબ્રુઆરી સુધી પાકિસ્તાનમાં રહેશે અને પ્રોગ્રામની શરતો લાગુ કરવા પાકિસ્તાનના નાણાંમંત્રી અને તેમની ટીમ સાથે વાતચીત કરશે. IMFની કેટલીક શરતો લાગુ કર્યા બાદ પાકિસ્તાનમાં મોંઘવારીમાં વધારો થયો છે અને રૂપીયો ઐતિહાસિક રીતે ગબડી ગયો છે. પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોને 16 ટકા વધારી દેવાઈ છે અને રાંધણ ગેસની કિંમતોમાં 30 ટકાનો વધારો કરાયો છે.
લોન માટે IMFની શરતો પૂરી કરવી, તે કલ્પના બહારની
IMFની શરતો અંગે શહબાજ શરીફ ખુબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશ પાસે IMF બેલઆઉટ પેકેજને સ્વિકારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી, તેથી તેઓ આ પ્રોગ્રામને મંજૂરી આપવાની પ્રક્રિયા અપનાવી રહ્યા છે. જો IMF પ્રોગ્રામને અપનાવવામાં નહીં આવે તો પાકિસ્તાન ડિફોલ્ટ થઈ જશે. તેમણે પોતાની સ્થિતિનું વર્ણન કરતા શુક્રવારે કહ્યું કે, હાલના સમયમાં અમારો આર્થિક પડકાર અક્લપનીય છે. આપણે IMFની સમીક્ષા પૂર્ણ કરવા માટે, જે શરતો પૂરી કરવાની છે, તે કલ્પના બહારની છે.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RNqu4MQ https://ift.tt/fq8YbAr
0 ટિપ્પણીઓ