વડોદરાઃ પેપર લીક કૌભાંડના આરોપી ભાસ્કર ચૌધરીને લઇ આજે એટીએસની ટીમે તેની વડોદરાની ઓફિસમાં સર્ચ કર્યું હતું.પોલીસે મહત્વના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ભાસ્કરની ઓફિસ કમ કોચિંગ ક્લાસને સીલ માર્યું હતું.
ગુજરાત સરકારની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વડોદરાના અટલાદરા વિસ્તારમાં પ્રમુખ બજાર કોમ્પ્લેક્સમાં સ્ટેકવાઇસ ટેક્નોલોજી નામના ક્લાસમાંથી ફૂટતાં ગુજરાત એટીએસની ટીમે દરોડો પાડી ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરી (સમસારા કોમ્પ્લેક્સ,છાણી રોડ) અને હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી રૃ.૭ લાખમાં પેપર લઇ આવનાર પ્રદિપ નાયક(ભુવનેશ્વર,ઓરિસ્સા) સહિત ૧૫ જણાને ઝડપી પાડયા હતા.
પોલીસે તમામને રિમાન્ડ પર લીધા બાદ પેપર ફોડનાર પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી શ્રધ્ધાકર ઉર્ફે જીત લુહાને પણ ઝડપી પાડયો હતો.જ્યારે કોલકત્તા ખાતેથી વધુ બે જણાને ઝડપી પાડી અત્યાર સુધીમાં કુલ ૧૯આરોપીઓની ધરપકડ કરી છે.
દરમિયાનમાં આજે ફરી એક વાર એટીએસની ટીમ ભાસ્કર ચૌધરીને લઇ તેની અટલાદરા ખાતેની ઓફિસે આવી હતી. પોલીસે ત્રણ થી ચાર કલાક સુધી સર્ચ કર્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ,પોલીસે કેટલાક મહત્વના દસ્તાવેજોની ચકાસણી કરી કબજે પણ લીધા હોવાનું મનાય છે.
https://ift.tt/rhGR8Ou
0 ટિપ્પણીઓ