અમદાવાદ
શીલજ સર્કલ સરદાર પટેલ રીંગ રોડ પર આવેલા બાપાના બગીચા કાફેમાં શુક્રવારે વહેલી પરોઢે બે ગાડીઓમાં આવેલા આઠ જેટલા લોકોએ કાર પાર્ક કરવાના મામલે કાફેમાં તોડફોડ કરીને કર્મચારીઓ અને કાફેના સંચાલકની હત્યા કરવાના ઇરાદે બે પિસ્તોલમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરવાની સાથે ૭૦ હજારની રોકડની લૂંટ પણ કરી હતી. જો કે પોલીસે સ્થળ પર પહોંચીને ચાર લોકોને લક્ઝરી કાર સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ચાર લોકો ફરાર થઇ ગયા હતા. આ અંગે બોપલ પોલીસે હત્યાની કોશિષ , રાયોટીંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે થલતેજ ખોડીયારનગર ખાતે રહેતા જતીન બ્રહ્યભટ્ટ સરદાર પટેલ રીંગ રોડ શીલજ સર્કલ પાસે બાપનો બગીચો નામનું કાફે ધરાવે છે. જેનો સમય સાંજના સાત વાગ્યાથી વહેલી સવારના ચાર વાગ્યા સુધીનો છે. શુક્રવારે વહેલી પરોઢે એક લક્ઝરી કારમાં આવેલા કેટલાંક લોકો કાર પાર્ક કરવાના મામલે સિક્યોરીટી ગાર્ડ સાથે તકરાર કરતા હતા. જેથી જતીનભાઇ ત્યાં પહોંચ્યા ત્યારે કારમાં સવાર ચારેય જણાએ ગાર્ડને અને જતીનભાઇને માર માર્યો હતો. જો કે આ સમયે કાફેમાં હાજર લોકો દોડી આવતા ચારેય જણા ધમકી આપીને નાસી ગયા હતા. બાદમાં વહેલી પરોઢ ચાર વાગે જતીનભાઇ ઘરે પહોંચ્યા ત્યારે સ્ટાફનો ફોન આવ્યો હતો કે બે લક્ઝરી ગાડીમાં આવેલા લોકો કાફેમાં હથિયારો સાથે ઘુસીને તોડફોડ કરીને ગાર્ડને માર મારી રહ્યા છે. જેથી જતીનભાઇ કાફે પર પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર બે લોકોએ અલગ અલગ હથિયારમાંથી કુલ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું અને વકરાના ૭૦ હજારની રોકડની લૂંટ કરી હતી. જો કે આ સમયે બોપલ પોલીસનો સ્ટાફ આવી જતા ચાર લોકોેને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ચાર લોકો કારમાં નાસી ગયા હતા.
પોલીસે ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેમના નામ વિશ્વનાથ પ્રહલાદસિંહ રઘુવંશી (jરહે.વૈભવપાર્ક સોસાયટી, સીટીએમ એક્સપ્રેસ હાઇવે ક્રોસ રોડ), ભરત સંજય જોષી (શ્રીનંદનગર વિભાગ-1 વેજલપુર અમદાવાદ),રાહુલ બાદલ (રામેશ્વર રેસીડેન્સી, કઠવાડા) મહાવીરસિંહ ઝાલા (સુજન એપાર્ટેન્ટ, સેટેલાઇટ)હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે નાસી ગયેલા લોકોમાં વિક્રમ શુક્લા (રહેબાપુનગર), સચીન સોની (ઇસનપુર), નિખિલ રવાની (રહે. ઇસનપુર), સોનુ શર્મા (જામફળવાડી, સીટીએમ, રામોલ), ભુપેન્દ્ર કુશવાહ (રહે. બી કે ટેનામેન્ટ, કૃષ્ણનગર), પીંકલ રાજપુત, વિનોદસિંહ ભદોરિયા સહિતના આઠ લોકો હતા. તેમણે કાફેેમાં રસોડામાં , કાઉન્ટર પણ તોડફોડ કરી હતી અને કેેમેરાના ડીવીઆર તેમજ ૭૦ હજારની લૂંટ પણ કરી હતી. વિશ્વનાથ રઘુવંશીએ કાફેમાં બેસવા અને પાર્કિગના મામલે તકરાર કરીને તેણે સાગરિતો સાથે મળીને હુમલો કર્યો હતો. બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
https://ift.tt/Yn0lHca
0 ટિપ્પણીઓ