NFSU-NCRB પોલીસની કામગીરી સુદઢ બનાવવા માટે એપ્લીકેશન બનાવશે

અમદાવાદ

ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ખાતે  ૨૫મી ત્રિદિવસીય ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં દેશ વિદેશના ૧૨૫૦થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ૪૫૦થી વધુ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સમાં ફોરેન્સીક સાયન્સની મદદથી પોલીસ અને અન્ય ઇન્વેસ્ટીગેશન એજન્સીઓની કામગીરીને વધુ સુદઢ બનાવવા અંગે વિસ્તૃતમાં ચર્ચા થઇ હતી. જેમાં પોલીસ વિભાગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ત્રણ દિવસીય ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સનો શનિવારે છેલ્લો દિવસ હતો.  આ કોન્ફરન્સમાં પોલીસ, ફોરેન્સીક સાયન્સ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડાયરેક્ટર જનરલ  વિવેક ગોગિયાએ જણાવ્યું હતું કે સ્માર્ટ પોલીસીંગના વિઝનને સફળ બનાવવા માટે એનસીઆરબી અને એનએફએસયુ સાથે મળીને પોલીસ અને આનુસંગિક  એજન્સીઓની કામગીરીને વધુ સારી અમલમાં મુકવા માટે એક એપ્લીકેશન તૈયાર કરશે. જેમાં ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવશે. જ્યારે નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે એમ વ્યાસે જણાવ્યું હતું કે સારા ફોરેન્સીક નિષ્ણાંત બનવા જીવનના આદર્શ મૂલ્યો હોવા જરૃરી છે.ફોરેન્સીક સાયન્સમાં અતિ સામાન્ય ગણાતી ભૂલ અનેક મુશ્કેલીઓ સર્જી શકે છે. જેથી ફોરેન્સીક સાયન્સની જવાબદારી  વર્તમાન સમયમાં વધી જાય છે. ત્યારે નેશનલ કોન્ફરન્સથી ફોરેન્સીક સાયન્સ અને વિવિધ વિભાગોનું સંકલન વધુ સારી રીતે થઇ શકશે અને  ખુબ સારા તેમજ ચોક્કસ પરિણામો પણ મળી શકશે.

 



https://ift.tt/nO7a6cm

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ