અમદાવાદ
ઓઢવ જીઆઇડીસીમાં પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કરવા પેકેજીંગ કંપનીના સંચાલકોએ પ્રિન્ટીંગ મશીન સ્પાયર પાસેથી ક્વોટેશનના આધારે મશીન ખરીદી માટે રૂપિયા ૨૫ લાખ લીધા હતા. જે બાદ મશીન સપ્લાય કર્યા નહોતા. જો કે બીજી તરફ પ્રિન્ટીંગ પ્રેસની મશીનરીની લોન નામંજુર થતા પેકેજીંગ કંપનીના સંચાલકે મશીનરી સપ્લાયર પાસેથી નાણાં પરત માંગતા તેણે ખોટા કેસમાં ફસાવી દેવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ઓઢવ ુપોલીસે તપાસ શરૂ કરી છે. કલોલ ખાતે રહેતા રાજદેવસિંઘ રાજપુત પેકેજીંગ ધરાવે છે. ત્રણ વર્ષ પહેલા તેમણે ઓઢવ જીઆઇડીસીમાં પેકેજીંગની કામગીરી પ્રેસ તૈયાર કરવા માટે તેમના ભાગીદારો સાથે જગ્યા ભાડે લીધી હતી. આ પ્રેસની કામગીરી માટે તેમને રૂપિયા ૭૩ લાખની કિંમતના ત્રણ અલગ મશીનોની જરૂરિયાત હતી. જે મશીન ખરીદવા માટે સીજી રોડ પર ઓફિસ ધરાવતા વિનિમય પાંડે નામના મિત્રએ તેમને સાંઇ કન્વર્ટીંગના સંજય મિસ્ત્રી, શેલેૈષ સિંઘ સાથે પરિચય કરાવ્યો હતો. જે પિરાણામાં આવેલી શિવપ્રેમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઓફિસ ધરાવતા હતા. તેમણે ત્રણેય મશીન તૈયાર કરી આપવાની ખાતરી આપતા તેમને અલગ અલગ તબક્કે ૨૫ લાખની ચુકવણી પણ કરી દેવામાં આવી હતી. પંરતુ, રકમ લીધા બાદ પણ પ્રિન્ટીંગ મશીનની સપ્લાય ન થતા રાજદેવે ઓઢવની જગ્યા ખાલી કરીને ચાંગોદરમાં નવી જગ્યા સાત લાખના ભાડાથી લીધી હતી. જેના કારણે ભાડા સાથે કુલ ૩૭ લાખનું નુકશાન થયું હતું. જે બાદ પણ મશીનરી આપી નહોતી. બીજી તરફ લોન ના મંજુર થતા રાજદેવે ૨૫ લાખ રૂપિયા પરત માંગ્યા હતા. પરતુ, તે આપ્યા નહોતા. સાથેસાથે એવી પણ ધમકી આપી હતી. તેમની પોલીસ અને રાજકીય વગ છે. જેથી નાણાં પરત માંગશો તો ડ્રગ્સના ખોટા કેસમાં જેલમાં ફસાવી દઇશુ. જેથી છેવટે સમગ્ર્ મામલો ઓઢવ પોલીસે પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી છે.
https://ift.tt/Tmz7FCA
0 ટિપ્પણીઓ