નવી દિલ્હી,૨૧,નવેમ્બર,૨૦૨૨,મંગળવાર
વાયુ પ્રદૂષણની વાત નિકળે ત્યારે દિલ્હીનું નામ અચૂક લેવામાં આવે છે પરંતુ હવે તો દિલ્હી જ નહી ભારતના કેટલાક રાજયોના નાના શહેરો અને નગરોની હવા પણ દૂષિત બની રહી છે. કેન્દ્રના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના આંકડા અનુસાર દેશમાં વાયુ પ્રદૂષણમાં બિહારના બેગૂસરાય, બકસર, છપરા, દરભંગા, કટિહાર, પટણા, પૂર્ણિયા વગેરે પણ રેડઝોનમાં આવી ગયા છે. આ શહેરોમાં એર કવોલિટી આંક ૩૦૦ થી ૩૮૦ આસપાસ રહે છે. પટણામાં ૩૨૨ અને બેગુસરાયમાં ૩૭૯ આંક નોંધાયો છે.
દેશના કુલ ૧૬૭માંથી ૧૩ શહેરો રેડ ઝોનમાં આવે છે જેમાંથી ૯ બિહારના છે. જયારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના એક એક શહેરનો સમાવેશ થાય છે. દેશમાં રેડઝોનમાં આવતા મહાનગરોમાં દિલ્હી ૩૧૬,જબલપુર ૩૦૮, પુણેમાં ૩૦૨ અને સિંગરોલીમાં ૩૦૧ એકયુઆઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના ૨ શહેરો બેતિયા ૪૬૯ અને મોતિહારી ૪૧૦ એર કવોલિટી ઇન્ડેક્ષ ધરાવે છે જે દિલ્હી કરતા ખૂબ વધારે છે.
હવાની ગુણવત્તાના આંતરરાષ્ટ્રીય આંકનો વિચાર કરીએ તો બિહારના મોટા ભાગના જિલ્લા મથકની હવા ગુણવત્તા શ્વાસ લેવા લાયક નથી. સીપીસીબીએ જણાવ્યું હતું કે ૨૦૧ થી ૩૦૦નો એઆઇકયૂ શ્વાસ લેવા માટે હાનિકારક,૩૦૦ થી ૪૦૦ સુધીનો એર ઇન્ડેક્ષ અત્યંત ખરાબ અને ૪૦૦થી વધુને અત્યંત ખરાબ માનવામાં આવે છે. બિહારના મોટા ભાગના શહેરોનો એર ઇન્ડેક્ષ નુકસાનકારકથી માંડીને અત્યંત ખરાબની શ્રેણીમાં આવે છે.
https://ift.tt/BqIaW4z from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SUBoErJ
0 ટિપ્પણીઓ