TIPS : ગૂગલના Gmail જો તમારુ સ્ટૉરેજ થઇ જાય છે ફૂલ તો આ રીતે કરી શકાય છે ખાલી, જાણો આસાન ટ્રિક્સ........


 

નવી દિલ્હીઃ આજકાલ મોટાભાગના ઇન્ટરનેટ યૂઝર્સ અને ખાસ કરીને ઓફિસમાં કામકાજમાં રહેતા લોકો ગૂગલની Gmail સર્વિસનો ઉપયોગ ખુબ કરે છે. તસવીરો, વીડિયો કે પછી ડૉક્યૂમેન્ટની આપલે કરવા માટે Gmail એક ઉપયોગી માધ્યમ બની ગયુ છે. પરંતુ આની મર્યાદા એ છે કે તે દરેક યૂઝર્સને લિમીટેડ સ્ટૉરેજ આપે છે. ગૂગલની ઈમેલ સર્વિસ જીમેલમાં માત્ર 15 જીબી ફ્રી સ્ટોરેજ જ આપે છે. જો તમારે 15 જીબીથી વધુ સ્ટૉરેજ લેવુ હોય તો તેના માટે પેમેન્ટ કરવુ પડશે. 

15 જીબી સ્ટૉરેજ ઘણીવાર આપણા જરૂરી ડૉક્યૂમેન્ટ અને ફાઇલો સ્ટૉરેજ થવાથી ફૂલ થઇ જાય છે. આવી સ્થિતિમાં આપણે મુશ્કેલીમાં મુકાઇ જઇ છે. કેમ કે આપણે પૈસા ખર્ચીને વધુ સર્વિસ લેવા નથી માંગતા હોતા. જો તમે ઈચ્છો તો ગૂગલ પાસેથી વધારાનો સ્ટોરેજ ખરીદી શકો છો. Google 100GB સ્ટોરેજ માટે દર મહિને રૂ. 130 ચાર્જ કરે છે. પરંતુ અમે તમને માત્ર સ્ટોરેજ ક્લિયર કરવાની સલાહ આપીશું. તો ચાલો જાણીએ કે તમારું Gmail એકાઉન્ટ કેવી રીતે ક્લિયર કરવું અને પૈસા કેવી રીતે બચાવવા.

આ રીતે Email કરો ડિલીટ

ડેસ્કટોપ પર આ લિંક (https://ift.tt/3pbVC40) ખોલો 
તમારા જીમેલ એકાઉન્ટમાં લોગ ઇન કરો. 
અહીં તમારી બધી ફાઇલો કદના ઘટતા ક્રમમાં જોવા મળશે.
જે ફાઇલોની તમને હવે જરૂર નથી તે કાયમી ધોરણે ડિલીટ કરો.
જીમેલમાંથી આવા મોટી સાઈઝના ઈમેલ ડીલીટ કરો
Gmail.com પર જાઓ અને તમારા Google એકાઉન્ટથી લોગિન કરો.
સર્ચ બારમાં ટાઈપ કરો “has:attachment larger:10M”
આનાથી 10MB થી વધુના જોડાણો ધરાવતા તમામ ઈમેઈલ મળશે.
તમને જરૂર ન હોય તેવા ઈમેઈલ પસંદ કરો અને ડીલીટ બટન પર ટેપ કરો.
હવે ટ્રેશ પર જાઓ અને તમારું એકાઉન્ટ સાફ કરવા માટે ખાલી ટ્રેશ બટન પર ટેપ કરો. 
હવે સ્પામ ફોલ્ડરમાં જાઓ અને ‘હવે બધા સ્પામ સંદેશાઓ કાઢી નાખો’ પર ક્લિક કરીને પુષ્ટિ કરો.

 

આ પણ વાંચો--

ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના

Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત

નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા

અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ