Error in Google Map: ગૂગલ મેપ (Google Map) થી તો તમે સારી રીતે પરિચિત છો, આ એપ (App) ટ્રાવેલ (Travel) દરમિયાન ખુબ કારગર સાબિત થાય છે. કોઇ અજાણ્યા વ્યક્તિને કોઇપણ જગ્યાએ આસાનીથી પહોંચાડવા માટે ખુબ કામ આવે છે. પરંતુ ઘણીવાર એવી ભૂલો આ ગૂગલ મેપથી થઇ જાય છે તે હંસીની સાથે સાથે ટ્રેન્ડિંગ થવા લાગે છે. આવો જ એક કિસ્સો ઘાના (Ghana)ના એકરા (Accra) સિટીમાં સામે આવ્યો છે. અહીં રહેનારા એક શખ્સે જ્યારે ગૂગલ મેપ (Google Map)ને રસ્તો પુછ્યો તો તેને પહેલા જંગલમાં (Forest) ભટકાવી દીધો. બાદમાં તેને આંબાના એક ઝાડ (Tree) પર કાર લઇ જાનુ કહેવામાં આવ્યુ. આ શખ્સ લાંબા સમય સુધી ગૂગલ મેપ (Google)ના કારણે જંગલમાં ભટકતો રહ્યો હતો.
લાંબા સમય સુધી જંગલમાં આમ તેમ ભટક્યો શખ્સ-
રિપોર્ટ્સ અનુસાર, ઘાનાના એકરામાં રહેનારા એલ્ફ્રેડ (Alfred) થોડાક દિવસ પહેલા કોઇ નવી જગ્યાએ જવા માટે કાર (Car) માં સવાર થઇને ઘરેથી નીકળ્યો હતો. તેને રસ્તાની ખબર જ ન હતી. એટલે તેને ગૂગલ મેપ (Google Map) ને રસ્તો પુછ્યો અને નેવિગેશન (navigation) ઓન કરી દીધુ. આ પછી તેને ડ્રાઇવિંગ શરૂ કર્યુ. થોડાક સમય બાદ તેની કાર (Car)ને ગૂગલ મેપ (Google Map) સિટી એરિયાની બહાર જંગલમાં લઇ ગયુ. તે ગૂગલ મેપના બતાવેલા રસ્તામાં કાર ડ્રાઇવિંગ કરીને જંગલમાં લાંબો સમય સુધી આમ તેમ ભટક્યો હતો.
ટ્વીટર પર શેર કર્યો અનુભવ-
એલ્ફ્રેડે પોતાનો અનુભવ ટ્વીટર (Twitter) પર શેર કરતા બતાવ્યુ કે, જ્યારે લાંબા સમય સુધી ભટક્યા બાદ તેને ફરીથી ગૂગલ મેપને રસ્તો પુછ્યો અને ચોંકવનારી જાણકારી સામે આવી. ખરેખરમાં, ગૂગલ મેપ (Google Map)એ એલ્ફ્રેડની સામે દેખાઇ રહેલા આંબાના ઝાડ પર કાર ચલાવવાનુ કહ્યું. ગૂગલ મેપની આ સલાહ સાંભળીને તે દંગ રહી ગયો હતો. ખરેખરમાં આફતમાં ફસાયા બાદ મુશ્કેલીથી તે બહાર નીકળી શક્યો હતો.
Not Google maps leading us into the bush and having the audacity to say “turn left”. Into the mango tree?
— Alfred (@CallmeAlfredo) December 27, 2021
એલ્ફ્રેડના ટ્વીટ બાદ ટ્વીટર પર ગૂગલ મેપની આ ભૂલ ખુબ ટ્રેન્ડિંગ થવા લાગી હતી. એટલુ જ નહીં ગૂગલ મેપની અન્ય ભૂલોને પણ લોકો શેર કરવા લાગ્યા હતા. ટ્વીટર પર દરેક લોકો પોતપોતાનો અનુભવ શેર કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો-------
India Corona Cases: નવા વર્ષે જ કોરોનાએ લીધો ભરડો, 22 હજારથી વધુ કેસ અને 406 લોકોના મોતથી ફફડાટ
ભારતના આ રાજ્યમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 8067 નવા કેસ નોંધાયા
India vs South Africa: સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે આ ગુજરાતી બોલરને વાઇસ કેપ્ટન બનાવાયો
0 ટિપ્પણીઓ