વૉટ્સએપમાં હવે નહીં દેખાય આ બે કામના ફિચર્સ, ગમે ત્યારે કંપની કરી દેશે ડિલીટ, જાણો વિગતે

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપમાં બહુ જલ્દી મોટા ફેરફાર જોવા મળી શકે છે. યૂઝર્સને કેટલાક ફિચર્સ હવે નહીં દેખાય. કેમ કે કંપની કેટલાક ફિચર્સને દુર કરવામાં લાગી છે, અને ગમે ત્યારે ચેટ સ્ક્રીન પરથી ગાયબ થઇ જઇ શકે છે. રિપોર્ટ છે કે, કંપની વૉટ્સએપ યૂઝર્સને વધુને વધુ રાહત અને સગવડો આપવા માટે નવા નવા અપડેટ લાવી રહી છે. જેમાં બે મોટા ફિચર્સને દુર કરવાનુ પ્લાનિંગ છે, આ લિસ્ટમાં બ્રૉડકાસ્ટ લિસ્ટ અને ન્યૂ ગૃપ ઓપ્શન રિમૂવ થઇ શકે છે. 

વૉટ્સએપ ફિચર ટ્રેકર Wabetainfo અનુસાર, વૉટ્સએપ માત્ર અર્કાઇવ્ડ લિસ્ટને ચેટ સ્ક્રીનમાં સૌથી ઉપર રાખશે. અર્કાઇવ લિસ્ટને ચેટ સ્ક્રીનમાં સૌથી ઉપર રાખશે અને બ્રૉડકાસ્ટ લિસ્ટ અને ન્યૂ ગૃપને હટાવી દેશે. વૉટ્સએપ ચેટ લિસ્ટને બહુજ સાફ બનાવવાની યોજના બનાવી રહ્યું છે, અને આમ કરવા માટે. તેમેન કેટલાક યુઆઇ એલિમેન્ટને હટાવવાની જરૂર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, વોટ્સએપ ચેટ લિસ્ટમાંથી ‘બ્રોડકાસ્ટ લિસ્ટ’ અને ‘ન્યુ ગ્રુપ’ વિકલ્પોને દૂર કરવા વિચારી રહ્યું છે. આ વિકલ્પો સ્ક્રીન પર ટોચ પર જમણી તરફ આવેલા છે.

શું નહિ દેખાય બ્રોડકાસ્ટ લિસ્ટ અને ન્યુ ગ્રુપના ઓપ્શન?
વોટ્સએપમાં બ્રોડકાસ્ટ લિસ્ટની મદદથી યુઝર એકસાથે વોટ્સએપ પર ઘણા લોકોને એક જ મેસેજ મોકલી શકે છે. આ વિકલ્પની મદદથી એક જ મેસેજ વારંવાર કોઈને મોકલવાની જરૂર રહેતી નથી. આ ફીચર્સથી લોકોનો સમય પણ બચે છે. ખાસ કરીને યુઝર્સ આ સુવિધાનો ઉપયોગ ત્યારે કરે છે, જ્યારે લોકોને એકીસાથે વધારે મેસેજ કરવાની ફરજ પડતી હોય છે. વોટ્સએપ આ વિકલ્પને નવા એન્ટ્રી પોઇન્ટ સાથે રિપ્લેસ કરવા જઈ રહ્યું છે. આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે યુઝર્સે કોન્ટેક્ટ લિસ્ટમાં જવું પડશે. ‘સ્ટાર્ટ ન્યૂ ચેટ’ના ઓપ્શન સાથે તમને આ વિકલ્પ જોવા મળશે.

 

આ પણ વાંચો...........

બ્રાઝિલમાં બોટિંગ કરતા લોકો પર અચાનક ધસી પડ્યો ખડક, સાતના મોત, જુઓ કાળજુ કંપાવનારો વીડિયો

કામની વાતઃ આધાર કાર્ડને આ રીતે તમે જોઇ શકો છો ઓનલાઇન, જાણી લો ડાઉનલૉડ કરવાની રીત.........

' + text + '' + relatedTitles[r] + '';if (r < relatedTitles['length'] - 1) {r++} else {r = 0};i++}}})(); //]]>

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ