નોકિયાએ લૉન્ચ કર્યા સિંગલ ચાર્જમાં 36 કલાક સુધી ચાલે એવા ધાંસૂ ઇયરબર્ડ્સ, જાણો ડિટેલ્સ

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ નોકિયાએ ફરી એકવાર માર્કેટને કવર કરવા માટે કમર કસી છે. નોકિયાએ તાજેતરમાં જ ભારતમાં પોતાના બે ધાંસૂ ઇયરબર્ડ્સ લૉન્ચ કર્યા છે. નોકિયાએ Nokia Lite Earbuds BH-205 અને Nokia Wired Buds WB 101ને 11 જાન્યુઆરીએ લૉન્ચ કરી દીધા છે. આની ખાસિયત છે કે આ જ્યારે પણ ગુમ થઇ જશે ત્યારે તે જોરથી અવાજ ક રીને પોતાનુ લૉકેશન બતાવે છે. આ ઉપરાંત આમાં બીજા કેટલાય ખાસ ફિચર્સ આપવામાં આવેલા છે. 

નોકિયા આ બન્ને ઇયરબર્ડ્સ ખાસ છે કેમ કે કંપનીના આ બન્ને નવા ટૂ વાયરલેસ સ્ટીરિયો (TWS) ઇયરબર્ડ્સ 36 કલાક સુધીની બેટરી લાઇફ ઓફર કરે છે, જેમાં ચાર્જિંગ બેકઅપ પણ સામેલ છે. 

કંપનીના નોકિયા વાયર્ડ બડસમાં એક ફ્લેટ, ટેન્ગલ ફ્રી કેબલ, એક ઓડિયો જેક અને એક માત્ર ફ્લિપ છે. નવા ઇયરફો દેશમાં એચએમડી ગ્લૉબલના ઓડિયો એક્સેસરીઝમાં સામેલ થઇ ગયા છે. જેમાં નોકિયા પાવર ઇયરબડ્સ લાઇટ અને નોકિયા ટ્રૂ વાયરલેસ ઇયરબડ્સ પણ સામેલ છે. 

Nokia લાઇટ ઇયરબડ્સ BH-205ની ભારતમાં કિંમત 2,799 રૂપિયા નક્કી કરવામાં આવી છે. વળી, TWS ઇયરફોન સિંગલ ચારકૉલ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. TWS ઇયરબડ્સ Nokia ની અધિકારીક વેબસાઇટ, ઇ કોમર્સ વેબસાઇટ અને રિટેલ સ્ટૉર દ્વારા ખરીદવા માટે ઉપલબ્ધ રહેશે.  

ભારતમાં Nokia Wired Buds WB 101ની કિંમત 299 રૂપિયા રાખવામાં આવી છે. બ્લેક, વ્હાઇટ, બ્લૂ અને રેડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. TWS ઇયરબડ્સની જેમ નવા Nokia Wired Buds કંપનીની અધિકારીક વેબસાઇટ, ઇ કોમર્સ વેબસાઇટ અને રિટેલ સ્ટૉરના માધ્યમથી ખરીદવા માટે ઉપલબ્ધ હશે. 

 

આ પણ વાંચો........ 

એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી

' + text + '' + relatedTitles[r] + '';if (r < relatedTitles['length'] - 1) {r++} else {r = 0};i++}}})(); //]]>

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ