Whatsapp Third Blue Tick: વૉટ્સએપ મેસેજ મોકલનારાઓ સૂચિત કરવા માટે બે ટિકનો ઉપયોગ કરે છે. જ્યારે મેસેજ રિસીવરની પાસે પહોંચી જાય છે, તો ગ્રે કલરના બે ટિક આવે છે, વળી જ્યારે રિસીવર દ્વારા મેસેજને વાંચી લેવામા આવે છે, ત્યારે આ ટિક વાદળી રંગમાં ફેરવાઇ જાય છે.
ઇન્ટરનેટ પર અફવાઓ હતી કે સ્ક્રીનશૉટને જાણવા માટે પ્લેટફોર્મ ત્રીજા ટિક પર કામ કરી રહ્યું છે. બની શકે છે કે કેટલીક ખબરોમાં આવી ગયુ હોય, પરંતુ રિપોર્ટ્સ અનુસાર, આ ફેક ન્યૂઝ ગણાવ્યા છે. વૉટ્સએપ સ્ક્રીનશૉટને જાણવા માટે ત્રીજુ બ્લૂ ચેક ડેવલપ નથી કરી રહ્યું. આ નકલી ખબર છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે, હાલ આવી કોઇ રીત નથી જેનાથી કોઇ યૂઝર્સ એ જાણી શકે છે કોઇ બીજા યૂઝરે વૉટ્સએપ પર શેર કરવામાં આવેલી ચેટ કે મીડિયાનો સ્ક્રીનશૉટ લીધો છે કે નહીં.
આ બધાની વચ્ચે નવા રિપોર્ટમાં સૂચનો આવપામાં આવ્યા છે વૉટ્સએપ યૂઝર્સને જલદી જ એક નવી સર્વિસ મળી શકે છે, જે તેની આસપાસ બિઝનેસને આસાનીથી શોધવામાં મદદ કરશે. એક રિપોર્ટ અનુસાર, વૉટ્સએપને બિઝનેસ નિયબાય નામનુ એક નવુ સેક્શન મળી શકે છે.
જેવી રીતે નામથી જાણી શકાય છે, નવી સર્વિસ યૂઝર્સને નવુ ઇન્ટરફેસનો ઉપયોગ કરીને આસપાસના બિઝનેસને ફિલ્ટર કરીને આસાનીથી સર્ચ કરવા દેશે. આ યૂઝર્સ માટે હૉટલ, કરિયાણાનો સામાન, ડ્રેસ અને કપડાંની વસ્તુઓને શોધવામાં મદદરૂપ થશે.
જોકે, એ ક્લિયર નથી કે યૂઝર્સ સીધા વૉટ્સએપ પરથી ઓર્ડર કરી શકે કે માતર્ કૉન્ટેક્ટ ડિટેલ્સ, પ્લેસ અને એવી અન્ય ડેટેલ્સ જોઇ શકશે. સાઓ પાઉલોમાં કેટલાક વૉટ્સએપ યૂઝર્સ માટે આ પહેલા જ રૉલ આઉટ કરી દેવામાં આવ્યુ છે. ભવિષ્યમાં આને વધુ યૂઝર્સ માટે રૉલઆઉટ કરવાની સંભાવના છે. આમાં iOS અને Android બન્ને યૂઝર્સ સામેલ થશે.
આ પણ વાંચો--
Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક
આલિયા ભટ્ટથી માંડીને મલાઇકા સુધીની એક્ટ્રેસ પીવે છે આ મોર્નિગ ડ્રિન્ક, જેથી ગ્લો કરે છે ચહેરો
0 ટિપ્પણીઓ