ગાંધીનગરઃ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કુ એપ ધીમે ધીમે દેશમાં પોતાનુ સ્થાન બનાવી રહી છે, ત્યારે કુ એપના કૉ-ફાઉન્ડરે ગુજરાતની મુલકાત લીધી છે. કુના કૉ-ફાઉન્ડર મયંકે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.
સોશ્યલ મીડિયા માઇક્રોબ્લૉગિંગ પ્લેટફોર્મ કુ એપ્લિકેશનના કૉ-ફાઉન્ડર મયંક બિદાવાતકાએ ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ગુજરાતી ભાષા કુ એપ પર મુખ્યમંત્રીએ કરી લૉન્ચ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કુ એપનુ હેડક્વાર્ટર કર્ણાટકાનુ બેંગ્લુરુમાં આવેલુ છે. કુ એપના કૉ-ફાઉન્ડર અપરામેય રાધાકૃષ્ણન અને મયંક બિદાવતકા છે. આ બન્નેએ મળીને વર્ષ 2020માં દેશી કુ માઇક્રૉ બ્લૉગિંગ સાઇટને ટ્વીટરને ટક્કર આપવા લૉન્ચ કરી હતી. અત્યારે કુ માં 200થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે.
0 ટિપ્પણીઓ